રાજ્ય સરકારે અંદાજે રૂ. 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે કરી ખરીદી, જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ તા. 20 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 10.11 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે.

જણસી ખરીદીના આંકડા વિશે પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે SMS થયેલા ખેડૂતોની સંખ્યા 10,01,724 છે, જ્યારે જણસી ખરીદ કરેલા કુલ 8,23,743 લાભાર્થીઓ છે. વધુમાં, ખરીદ કરવામાં આવેલ 18,05,612.16 મેટ્રિક ટન જણસીનું મૂલ્ય રૂ. 12, 965.37 કરોડ છે, જેમાંથી 6,33,149 લાભાર્થીઓને રૂ. 9,907.86 કરોડના મૂલ્યની ચૂકવણી પણ કરવામાં આવી છે.

9 નવેમ્બર, 2025થી શરૂ થઈ ખરીદી
પ્રવક્તા મંત્રી વાઘાણીએ ઉમેર્યું હતું કે, વર્ષ 2025-26 માં તા. 1 થી 22 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કુલ 10,11,936 ખેડૂતોની ઓનલાઇન નોંધણી થઈ છે. મગફળી પાકમાં ગયા વર્ષે 3.74 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું, તેની સામે આ વર્ષે 9.31 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. કેન્દ્ર સરકારે 20.10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી તા. 9 નવેમ્બર, 2025થી શરૂ થઈ છે અને તા. 6 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. ચાલુ ખરીફ સીઝનમાં આ પાકોની ખરીદીનું કુલ મૂલ્ય અંદાજે રૂ. 15 હજાર કરોડ રૂપિયા થશે.

આ પાકની ખરીદી થઈ શકે ઉત્પાદનના 100 ટકા સુધી
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તુવેર પાક માટે તા. 22 ડિસેમ્બર, 2025 થી નોંધણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તા. 20 જાન્યુઆરી, 2026 સુધી e-Samruddhi પોર્ટલ પર ૧,૩૦,૬૪૦ ખેડૂતોની નોંધણી થઈ છે. આ પ્રથમ વખત NAFEDના e-Samruddhi પોર્ટલ પર આધાર આધારિત POS Thumb Impression / Face Recognition વડે વિનામૂલ્યે નોંધણી થઈ રહી છે. ભારત સરકારના માર્ગદર્શન મુજબ તુવેર, અડદ અને મસૂર પાકની ખરીદી રાજ્યના કુલ ઉત્પાદનના 100 ટકા સુધી થઈ શકે છે.

રાજ્ય સરકાર દ્વારા આ યોજનામાં લેવામાં આવેલા નવીન અને ઈનોવેટીવ પગલાં વિશે પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, નોંધણી કરેલા ખેડૂતોની જ ખરીદી માટે પ્રથમ વખત આધાર-એન્બલ્ડ બાયોમેટ્રિક / ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા આવે છે. આ ઉપરાંત ખેડૂતો માટે નોમીની સુવિધા, જેથી ખેડૂત ન આવે તો નોમીની વેચાણ કરી શકે, ચૂકવણી આધાર-સીડેડ બેંક ખાતામાં DBT થકી તુરંત જમા, જિલ્લા-તાલુકા સ્તરે વિજિલન્સ કમિટીઓ દ્વારા ખરીદ કેન્દ્રોની નિયમિત તપાસનો સમાવેશ થાય છે.

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

EPFOનો મોટો નિર્ણય: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે PFની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલયે અનિવાર્ય પ્રોવિડન્ટ ફંડ (PF) અને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) હેઠળ આવતી પગાર મર્યાદા ₹15,000 પ્રતિ માસથી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી મળ્યા બાદ નવી વ્યવસ્થા અમલમાં આવશે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી PFના દાયરાથી બહાર રહેલા હજારો નહીં પરંતુ લાખો ખાનગી કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો સીધો લાભ મળશે. નિષ્ણાતોના મતે, આ પગલું સંગઠિત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે લાંબા ગાળે નાણાકીય સુરક્ષા મજબૂત બનાવશે. EPFOનો શું છે હાલનો નિયમ? હાલની વ્યવસ્થા મુજબ જે કર્મચારીઓનો…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાના સંકેત? ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 5%નો કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા ભારતના પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિક વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ઓછો થઈ શકે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અંગેની ચિંતા ઘટી છે અને ભાવમાં ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પની જાહેરાતથી પેટ્રોલ-ડીઝલ બજારમાં હલચલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સંભવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે ટાળવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે સીધી વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.…