જુનાકોટડા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીનો ભાવભર્યો વિદાય સમારંભ, નવનિયુક્ત તલાટી મંત્રીએ સંભાળ્યો ચાર્જ

માંગરોળ તાલુકાના જુનાકોટડા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીની બદલીને અનુસંધાનરૂપ વિદાય સમારંભ યોજાયો. છેલ્લા અઢી વર્ષથી જુનાકોટડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા માયાબેન બારડને શીલ ગ્રામ પંચાયતમાં બદલી થતાં સ્થાનિકો દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી.

જુના કોટડા સરપંચ રેખાબેન નરસીંગભાઇ ખેર, તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં માયાબેન બારડની સેવા અને કાર્યની પ્રશંસા કરવામાં આવી. સમગ્ર પ્રસંગે તેમના માટે ફુલોના મોમેન્ટ અને ઉજવણીના કાર્યક્રમો આયોજિત કર્યા.

આ પ્રસંગે નવનિયુક્ત તલાટી મંત્રી ભાવિકાબેન ખેરને પણ ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત આપવામાં આવ્યું અને તેમણે જુનાકોટડા ગ્રામ પંચાયતનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો. સમગ્ર કાર્યક્રમમાં સૌજન્ય, ભાવના અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ… “B-India કૃષિ રત્ન…

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…