Morbi : હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો, સર્ચ ઓપરેશન શરૂ

રમેશ ઠાકોર, મોરબી/ હળવદ તાલુકાના કોઈબા ગામના પાટીયાથી આગળ આવેલી નર્મદા કેનાલમાં અદાણી પાવર લાઈનના કામમાં સંકળાયેલા એક યુવાન કામદાર ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, પોલીસ તથા બચાવ ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અદાણી પાવર લાઈનના કામ માટે આવેલા કામદારો રહેતા રૂમ પર ટોયલેટની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે યુવાન પાણી ભરવા માટે નર્મદા કેનાલમાં ઉતર્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસતા અથવા કેનાલના તેજ પ્રવાહમાં ફસાતા તે પાણીમાં ડૂબી ગયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

યુવક પરપ્રાંતીય હોવાની વિગત આવી સામે
ડૂબી ગયેલો યુવાન બિહાર રાજ્યનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્રની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ કેનાલમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ સમાચાર લખાય ત્યાં સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બંગાળમાં મમતાની હાર, તમિલનાડુમાં સ્ટાલિન પરાજિત – 5 રાજ્યોના પરિણામોએ રાજકારણ હચમચાવ્યું

ભારતના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. ખાસ કરીને મમતા બેનર્જી અને એમ. કે. સ્ટાલિન જેવા બે દિગ્ગજ મુખ્યમંત્રી ચૂંટણી હારી જતા રાજકીય ચર્ચાઓ…

પશ્ચિમ બંગાળમાં મમતાને હરાવી શુભેન્દુ અધિકારીએ મેળવી જીત

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. મમતા બેનર્જીને તેમના મજબૂત ગઢ ભવાનીપુર બેઠક પર પરાજયનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ 15,114 મતોથી…