આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું આગમન રાજકોટમાં, શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત વિશેષ સંવાદ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પરમપૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત રવિવારે રાજકોટના સેવાભારતી ભવનમાં આગમન થયા. તેમની મુલાકાત દરમ્યાન તેઓ જાહેર સભાને સંબોધન નહીં કરે, પરંતુ સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ કરશે.

આ મુલાકાત દરમિયાન, ડૉ. મોહનજી ભાગવત ‘પંચ પરિવર્તન’ ના વિષયો પર ભાર મુકશે, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી (સ્વબોધ), પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા થશે. સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે આ સંવાદ દ્વારા ઊંડું ચિંતન અને વિચારોનો વિનિમય થશે.

ઉલ્લેખનીય છે કે, ડૉ. મોહનજી ભાગવતનો ગુજરાત સાથે દેહ અને પારિવારિક સંબંધ છે. તેમના પિતા સ્વ. મધુકરરાવજી ભાગવત, ભૂતકાળમાં ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે મહત્વપૂર્ણ દાયિત્વ નિભાવતા રહ્યા હતા.

મોહનજી ભાગવતનો જન્મ 11 સપ્ટેમ્બર, 1950ના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં થયો હતો. બાળપણથી જ સંઘના સ્વયંસેવક તરીકે જોડાયેલા તેઓએ નાગપુર વેટરનરી કોલેજમાંથી પશુચિકિત્સક (બી.વી.એસ.સી.)ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1975થી પ્રચારક તરીકે રાષ્ટ્રકાર્યમાં જોડાયા અને અકોલા, નાગપુર અને બિહાર ક્ષેત્રમાં વિવિધ જવાબદારીઓ નિભાવી. 21 માર્ચ, 2009થી તેઓ આરએસએસના સરસંઘચાલક તરીકે સંગઠનનું માર્ગદર્શન આપી રહ્યા છે.

તેમણે ‘યશસ્વી ભારત’ અને હિંદુત્વની પૃષ્ઠભૂમિ જેવા પુસ્તકો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમના આ પ્રવાસથી સંઘના કાર્યકર્તાઓ અને સમાજ શ્રેષ્ઠોમાં નવી ઊર્જા અને પ્રેરણા જગાશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…