PSI–LRD શારીરિક કસોટી માટે 21 જાન્યુઆરીથી રાજ્યભરમાં શારીરિક પરીક્ષાનો પ્રારંભ

ગુજરાતમાં ખાખી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની સીધી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 21 જાન્યુઆરી 2026થી શારીરિક કસોટી શરૂ થશે, જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આજે 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે. PSI અને LRD માટે અરજી કરનાર ઉમેદવારો હવે પોતાનું કોલ લેટર સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.

શારીરિક કસોટી પ્રથમ અને મહત્વપૂર્ણ તબક્કો
ભરતી પ્રક્રિયાનો શારીરિક કસોટી તબક્કો અત્યંત મહત્વનો છે. દોડ સહિતના તમામ શારીરિક માપદંડોમાં પાસ થનાર ઉમેદવારો જ આગામી લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર કડક બંદોબસ્ત અને આધુનિક ટેકનોલોજીની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવશે.

ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ
ભરતી બોર્ડે ઉમેદવારોને સમયસર કોલ લેટર ડાઉનલોડ કરવા અને તેમાં દર્શાવેલા સમય તથા સ્થળ મુજબ હાજર રહેવા સૂચના આપી છે. શારીરિક કસોટીના દિવસે નીચેના દસ્તાવેજો સાથે લાવવા ફરજિયાત રહેશે:

– કોલ લેટરની પ્રિન્ટ કૉપી
– ઓરિજિનલ આઈડી પ્રૂફ (આધાર કાર્ડ / મતદાર કાર્ડ વગેરે)
– પાસપોર્ટ સાઇઝના ફોટા

જરૂરી તમામ ઓરિજિનલ દસ્તાવેજો
શિયાળાની મોસમને ધ્યાનમાં રાખીને વહેલી સવારે દોડનું આયોજન કરવામાં આવશે, તેથી ઉમેદવારોને સમય પહેલાં ગ્રાઉન્ડ પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.

પારદર્શક પ્રક્રિયા અને ટેકનોલોજીનો ઉપયોગ
દર વખતની જેમ આ વખતે પણ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી સંપૂર્ણ પારદર્શક રીતે લેવામાં આવશે. દોડ માટે RFID ચીપ ટેકનોલોજીનો ઉપયોગ થશે જેથી સમયની સચોટ નોંધણી થઈ શકે. મેદાન પર CCTV કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.

અફવાઓથી દૂર રહેવા અપીલ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે આ એક નિર્ણાયક તબક્કો છે. ભરતી પ્રક્રિયા સરળ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…