PM મોદી સોમનાથ મુલાકાત: યાત્રા અને રોડ-શો સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 જાન્યુઆરીનાં રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. 2 દિવસીય પ્રવાસને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં 108 અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે. તેમજ 2 કિમી લાંબા ભવ્ય રોડ-શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે. આ યાત્રા અંદાજે 2 કિમી લાંબી હશે. આ યાત્રામાં આગળ અને પાછળ 108 અશ્વો હશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાને સંબોધન કરશે.

સોમનાથ સર્કિટ હાઉસમાં રોકાણ કરશે
વડાપ્રધાન 10 જાન્યુઆરીના રોજ સોમનાથ ખાતે તૈયાર કરાયેલ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. તા. 11 જાન્યુઆરીના રોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે. તેમજ સોમનાથ મંદિરમાં જળાભિષેક, ધ્વજપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની પૂજા અર્ચના કરવામાં આવશે.

મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોરની ડિઝાઈન ફાઈનલ થઈ શકે
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીની ત્રણ જુદી-જુદી એજન્સીઓ દ્વારા કોરિડોર પ્રોજેક્ટના મોડેલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ ત્રણ પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટ પર વડાપ્રધાનની મંજૂરી મળ્યા બાદ સોમનાત મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂ કરવામાં આવશે. અધિકારીઓનાજણાવ્યા અનુસાર આ કોરિડોર પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ અને દ્રશ્યાત્મક રીતે અદભૂત હશે. આ પ્રોજેક્ટને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ

તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…