‘નમો શ્રી યોજના’ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યો લાભ, રાજ્ય સરકારે ચુકવ્યા આટલા કરોડ રૂપિયા

રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-2024થી અત્યાર સુધી 7 લાખથી વધુ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.437.32 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

રાજ્યની સગર્ભા મહિલાઓ ‘નમો શ્રી યોજના’નો બે પ્રસુતિ સુધી લાભ લઇ શકે છે. જે અંતર્ગત લાભાર્થીએ સગર્ભાવસ્થાની નોંધણી ફીમેલ હેલ્થ વર્કર પાસે કરાવવાની રહે છે. આ નોંધણીની મેડીકલ ઓફિસર ત્યારબાદ તાલુકા હેલ્થ ઓફિસર-અર્બન તાલુકા હેલ્થ ઓફિસર ખરાઈ કરે છે. જે અંતર્ગત પ્રથમ પ્રસુતિ દરમિયાન પ્રથમ હપ્તા સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રૂ. 2000 અને કેન્દ્ર સરકાર રૂ.3000ની સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂ.2000નો બીજો હપ્તો સગર્ભાવસ્થાનાં 6 માસ પૂર્ણ થયા બાદ, ત્રીજો હપ્તો સંસ્થાકીય પ્રસુતિમાં રૂ.3000 જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.2000નો ચોથો હપ્તો રસીકરણ સમયે ૧૪માં અઠવાડિયે એમ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કુલ રૂ.12000ની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે.

બીજી પ્રસુતિ સમયે લાભાર્થી સગર્ભાવસ્થાની નોંધણી કરાવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ હપ્તા પેટે રૂ.2000, બીજા હપ્તા પેટે સગર્ભાવસ્થાનાં 6 માસ પૂર્ણ થયા બાદ રૂ.3000, કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજો હપ્તા સ્વરૂપે સંસ્થાકીય પ્રસુતિમાં દીકરીના જન્મ સમયે રૂ.6,૦૦૦ તેમજ દીકરાના જન્મ સમયે રૂ.6,૦૦૦ રાજ્ય સરકાર દ્વારા તથા ચોથા હપ્તા રૂપે 9 મહિના બાદ સંપૂર્ણ રસીકરણ સમયે રૂ.1000નો હપ્તો રાજ્ય સરકાર દ્વારા આમ કુલ રૂ.12000/-ની સહાય ચૂકવવામાં આવે છે,

જાણો કોણે મળે છે આ યોજનાનો લાભ
રાજ્યમાં 11 કેટેગરીની બહેનોને ‘નમો શ્રી યોજના’ અંતર્ગત લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, જે મહિલાઓ આંશિક રીતે 40 ટકા અથવા સંપૂર્ણ દિવ્યાંગ હોય, BPL રેશન કાર્ડ ધારક મહિલા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) – આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓ, ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, મહિલા ખેડૂતો જે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી હોય, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની કૌટુંબિક વાર્ષિક આવક રૂ.8 લાખ કરતાં ઓછી હોય, સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/ AWHs/ ASHAs, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણીની મહિલાઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

488.40 કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘નમો શ્રી યોજના’ અંતર્ગત રાજ્યમાં આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂા. 12000/- ની સહાય ચાર તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે. જેના માટે વાર્ષિક કુલ રૂ. 488.40 કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા

ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…

‘ટ્રમ્પનો દાવો ખોટો, હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધ યથાવત રહેશે’: ઈરાનનો અમેરિકા સામે કડક સંદેશ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે બંને દેશો આમને-સામને આવી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધવિરામ અને સમજૂતી અંગે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખોલવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પરના નિયંત્રણો અને પ્રતિબંધો યથાવત રહેશે. ઈરાનના નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ફરીથી ભૂરાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોવાથી તેના પર લાગતા કોઈપણ પ્રતિબંધની અસર આંતરરાષ્ટ્રીય બજારો પર સીધી પડી…