ગુજરાત: નવા ઈન્ચાર્જ DGP તરીકે ડૉ. કે.એલ.એન. રાવને સોંપાઈ જવાબદારી

ગુજરાત રાજ્યને નવા ઈન્ચાર્જ પોલીસ વડા મળ્યા છે. રાજ્યના પૂર્વ ડીજીપી વિકાસ સહાય આજે સેવા નિવૃત થતા રાજ્ય સરકાર દ્વારા ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

નોંધનીય છે કે વિકાસ સહાય મૂળતઃ છ મહિના પહેલા નિવૃત થવાના હતા, પરંતુ સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે આજે પૂર્ણ થયું છે. તેમના કાર્યકાળ પૂર્ણ થયા બાદ રાજ્યમાં કાયમી ડીજીપીની નિમણૂંક અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હાલ માટે ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડૉ. કે.એલ.એન. રાવને જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. ડૉ. રાવ ગુજરાત કેડરના મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારીઓમાં شمارાય છે અને તેમને વહીવટી તથા પોલીસ ક્ષેત્રનો લાંબો અનુભવ છે.

ગુજરાતના નવા ડીજીપી તરીકે અનેક સિનિયર આઈપીએસ અધિકારીઓના નામો ચર્ચામાં હતા, જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિકનું નામ પણ સામેલ હતું. જોકે, રાજ્ય સરકાર દ્વારા કાયમી ડીજીપી અંગે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વિકાસ સહાયની નિવૃતિ બાદ તરત જ રાજ્યની કાયદો-વ્યવસ્થા સતત અને સ્થિર રીતે ચાલે તે માટે ઈન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરાઈ હોવાનું સરકારના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ધુરંધર-2 માં અતીક અહમદની કહાની: હકીકત કે પ્રોપેગાંડા? ISI કનેક્શન અને ફેક કરન્સીની સ્ટોરી કેટલી સાચી?

ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચિત સીક્વલ ફિલ્મોમાંથી એક ધુરંધર-2  19 ફેબ્રુઆરી, શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર એ આ ફિલ્મમાં અપરાધ અને રાજકારણ વચ્ચેના એ ગાઢ સંબંધને પડદા…

ઈરાનના નાતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો, અમેરિકા અને ઇઝરાયલે કર્યો હુમલો

ઈરાનના સૌથી મહત્વપૂર્ણ નાતાન્ઝ પરમાણુ સુવિધા પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયા અનુસાર, અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ભારે બોમ્બમારો કર્યો હતો. રાહતની વાત એ છે કે આ…