SIR પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 3 રાજ્ય અને 1 સંઘપ્રદેશમાં 1 કરોડથી વધુ નામ કરાયા દૂર

ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા અને લક્ષદ્વીપમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારા દરમિયાન કુલ 1 કરોડથી વધુ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળ
– SIR પ્રક્રિયા દરમિયાન 58,20,898 નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયા.
– રાજ્યના કુલ મતદારો 7,66,37,529માંથી ઘટીને 7,08,16,630 થયા.
– મોટાભાગના નામ દૂર થતા લોકોના મૃત્યુ પામવું અથવા સ્થળાંતર થયા હોવાનું કારણ છે.
– આશરે 30 લાખ મતદારોની વિગતો જૂની યાદી સાથે મેળ ખાતી નથી; તેમને સુનાવણીમાં ભાગ લઇ દસ્તાવેજો દ્વારા પાત્રતા સાબિત કરવાની તક આપવામાં આવશે.

રાજસ્થાન
– કુલ મતદારો 5,46,56,215માંથી 42 લાખના નામ દૂર થયા.
– ફોર્મ જમા કરાવનાર મતદારો: 5,04,71,396.
– 8.75 લાખ લોકો મૃત્યુ પામેલા અને 29.6 લાખ લોકો સ્થળાંતરિત અથવા ગેરહાજર જણાયા.
– આશરે 11 લાખ મતદારોને નોટિસ મોકલવામાં આવશે.
– સૌથી વધુ નામ જયપુર જિલ્લામાં દૂર થયા.

ગોવા
– કુલ મતદારો: 11,85,034
– ફોર્મ સબમિટ કરનાર: 10,84,992
– 1,00,042 લોકોએ નામ નવી યાદીમાં નથી.
– પાત્ર મતદારો 16 ડિસેમ્બર, 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી ફરી અરજી કરી શકે છે.

લક્ષદ્વીપ
– કુલ મતદારો: 57,813
– ફોર્મ સબમિટ કરનાર: 56,384
– 1,429 લોકોના નામ નવી ડ્રાફ્ટ યાદીમાં નથી.
– પાત્ર મતદારો 15 જાન્યુઆરી, 2026 સુધી ફરીથી અરજી કરી શકે છે.

ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જે લોકોના નામ યાદીમાં નથી, તેમને પાત્રતા સાબિત કરીને ફરીથી અરજી કરવાની તક મળશે. આ તબક્કો મતદારો માટે અનિવાર્ય છે, અને ફોર્મ ભરવાના સમયસીમામાં માત્ર પાત્ર મતદારો જ પોતાના નામને નવી યાદીમાં શામેલ કરી શકશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Bhadranમાં નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમ: નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગુટખા, નશાના નુકસાન અંગે Policeની સમજ

આણંદ જિલ્લાના Bhadran પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરણ પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને NDPS કાયદા, નશીલા પદાર્થોથી સર્જાતા ગુનાઓ અને ગુટખા-તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય જોખમો અંગે માહિતી આપવામાં આવી હતી. PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, Bhadran ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલી CBSE સાથે સંકળાયેલી જવાહર નવોદય વિદ્યાલય છે. સત્તાવાર CBSE રેકોર્ડમાં પણ આ સંસ્થાનું સરનામું ભાદરણ, જિલ્લા આણંદ, ગુજરાત તરીકે નોંધાયેલું છે. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આ જાગૃતિ કાર્યક્રમમાં Bhadran પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જી.…

Angan Milan Seva Utsav Bopal Ahmedabad 2026: આંગણવાડી-૬ માં ભૂલકાંઓ વચ્ચે CM.. Nurturing..

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Bopal આંગણવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, બાળકો સાથે કર્યો સહજ સંવાદ Bopal વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે અમદાવાદના Bopal ખાતે આવેલી આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને આંગણવાડીની કામગીરી તથા બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. Bopal સ્થિત આંગણવાડી-6 ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા 6 માસથી 3 વર્ષ સુધીની…