રાજકોટના એડિશનલ કલેક્ટર આલોક ગૌતમની બદલી; નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ તરીકે નિમણૂક

રાજ્ય સરકાર દ્વારા મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટના એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા આલોક ગૌતમની બદલી કરવામાં આવી છે. તેમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સઘવીના અધિક અંગત સચિવ તરીકે પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક આપવામાં આવી છે.

સરકારી ઠરાવ મુજબ, નાયબ મુખ્યમંત્રીના અંગત સ્ટાફ માટે મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ પર આ નિમણૂક કરવામાં આવી છે. આલોક ગૌતમ રાજકોટમાં માત્ર એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં જ તેમની બદલી કરવામાં આવી છે, જેને લઈને વહીવટી વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે.

રાજ્ય સરકારના આ નિર્ણયને વહીવટી કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે લેવાયેલ પગલું માનવામાં આવી રહ્યું છે. ગૌતમ તેમના નવા પદ પર નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

જલ જીવન મિશન 2.0 માટે કેન્દ્ર-રાજ્ય વચ્ચે એમઓયુ, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ કરાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.…

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ… “B-India કૃષિ રત્ન…