પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં મોટો પર્દાફાશ, જાણો વિગત

પંચમહાલ જિલ્લામાં બોગસ લગ્ન નોંધણીનું કૌભાંડ દિવસેને દિવસે ઊંડું જતું જાય છે. કણજીપાણી ગામ પછી હવે કંકોડાકોઈ ગામમાં ચોંકાવનારી ગેરરીતિઓ બહાર આવી છે. તાજેતરમાં સંજય ઠાકોર અને નીતા ઠાકોર નામના દંપતીની 3 ફેબ્રુઆરી 2025ની લગ્ન નોંધણીમાં મોટો ગોટાળો બહાર આવ્યો છે. લગ્નની નોંધણી એક દિવસ પહેલા થઈ ગઈ જ્યારે સ્ટેમ્પ પેપર બીજા દિવસે (4 ફેબ્રુઆરી 2025) મહેસાણામાંથી ખરીદાયો હતો! પ્રશ્ન એ છે કે સ્ટેમ્પ પેપર વગર લગ્નની નોંધણી કેવી રીતે કરી દેવામાં આવી?

300થી વધુ બોગસ નોંધણીઓ
કંકોડાકોઈ અને નાથકુવા ગામના તલાટી પ્રવીણ પટેલે છેલ્લા કેટલીક વર્ષોમાં 300થી વધુ બોગસ લગ્ન નોંધણીઓ કરી હતી.
ગામમાં એકપણ મુસ્લિમ પરિવાર નથી, ન મસ્જિદ કે ન દરગાહ, છતાં મોટી સંખ્યામાં “નિકાહ” નોંધી દેવામાં આવ્યા હતા. ખોટા દસ્તાવેજો, ખોટા ક્રમ નંબરો અને બિનઅધિકૃત એન્ટ્રીઝનો પુરાવો મળ્યો છે.

કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે થયો?
કંકોડાકોઈના પૂર્વ સરપંચે દસ્તાવેજોની તપાસ દરમિયાન ગેરરીતિઓ ઝડપાવી. ખાસ કરીને “નિકાહ” શબ્દ જોઈને શંકા ઉભી થઇ અને આગળની તપાસમાં ગોટાળો ખુલ્લો પડી ગયો. પૂર્વ સરપંચે આ મામલો ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સુધી પહોંચાડ્યો, જેના આધારે જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું.

પોલીસની કાર્યવાહી: ચાર થેલા ભરેલા દસ્તાવેજો જપ્ત
મોટા પાયે કૌભાંડ બહાર આવતા પોલીસે ગામ પંચાયતમાંથી ચાર થેલા ભરેલા ડોક્યુમેન્ટ કબ્જે કર્યા છે.
વહીવટીતંત્રે માત્ર તલાટી પ્રવીણ પટેલની બદલી કરી હતી, પણ હવે કૌભાંડ ઊંડું જતાં ઉચ્ચ અધિકારીઓ સુધી તપાસ પહોંચવાની શક્યતા ઉભી થઈ છે.

કૌભાંડ રાજકીય અને વહીવટી ચર્ચાનું કેન્દ્ર
આ મામલો હવે જિલ્લા જ નહીં પરંતુ રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. જો નિષ્પક્ષ તપાસ થશે તો મોટા અધિકારીઓ સુધી પણ જવાબદારીની દોરી પહોંચી શકે છે તેવી સ્પષ્ટ સંભાવના દેખાઈ રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

જલંધરમાં BSF હેડક્વાર્ટર બહાર સ્કૂટીમાં જોરદાર વિસ્ફોટ, વિસ્તારમાં ફેલાઈ દહેશત

પંજાબના જલંધરમાં મંગળવારે રાત્રે થયેલા જોરદાર વિસ્ફોટે શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. Border Security Force (BSF) હેડક્વાર્ટરની બહાર લગભગ રાત્રે 8 વાગ્યે એક સ્કૂટીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો…

ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર, WhatsApp દ્વારા પણ મળશે રિઝલ્ટ

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) આવતીકાલે એટલે કે 6 મેના રોજ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ જાહેર કરશે.…