ઈઝરાઇલના પ્રધાનમંત્રીએ PM મોદીને ફોન કર્યો, ગાઝા માટે શાંતિ પ્રસ્તાવ અને રાજદ્વારીક સહકાર પર કરી ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધતા તાણ અને ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત અને ઇઝરાઇલના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મોડી રાતે ફોન કરી, જેમાં દ્વિપક્ષીય સહકાર, પ્રાદેશિક સુરક્ષા અને તાજેતરના પડકારો અંગે ચર્ચા કરવામાં આવી.

વાતચીતમાં પીએમ મોદીએ ટ્રમ્પના 20-પોઈન્ટ શાંતિ પ્રસ્તાવ માટે ભારતનું સંપૂર્ણ સમર્થન પુનઃઅભિવ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ, માનવીય રાહત અને શાંતિપૂર્ણ પુનર્નિર્માણ માટે આ યોજનાનું ઝડપી અમલ જરૂરી છે. ભારત હંમેશાં સંવાદ અને રાજદ્વારીક ઉકેલને પ્રાધાન્ય આપતું આવ્યું છે.

બેન્જામિન નેતન્યાહૂએ પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ પર નજર રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ભારત સાથે વ્યૂહાત્મક સહકાર ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. બંને નેતાઓએ ઉગ્રવાદ અને અસ્થીરતા અંગે ચિંતા વ્યક્ત કરી અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે સંમતિ આપી.

ફોન કૉલ દરમ્યાન ટ્રમ્પના 20 પોઈન્ટ શાંતિ પ્રસ્તાવના મુખ્ય મુદ્દાઓ પણ ચર્ચા કરવા આવ્યાં. આ પ્રસ્તાવ અનુસાર ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ થશે, હમાસ-ઇઝરાઇલ વચ્ચે સંઘર્ષ બંધ થશે, અને હમાસે ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાના રહેશે. આ સાથે ઇઝરાઇલ પણ કેટલાક ફિલિસ્તીની કેદીઓને મુક્ત કરશે. ગાઝાના પુનર્નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મદદ લેવામાં આવશે અને વિશેષ બોર્ડ ઓફ પીસની રચના કરી દેશ માટે દેખરેખ રાખાશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Titanic : 1912 સદીઓ વીતી ગયા છતાં ઇતિહાસના દરિયામાં ક્યારેય ન ડૂબેલી એક અવિસ્મરણીય કથા! Deep Mystery

Titanic ક્યારે બન્યું, કોણે બનાવ્યું અને 1912માં આ વિશાળ જહાજ હિમશિલા સાથે અથડાયા બાદ કેવી રીતે ડૂબ્યું? જાણો Titanicની સંપૂર્ણ કહાની, દુર્ઘટના, લાઇફબોટ અને કાટમાળ મળવાની રસપ્રદ માહિતી. -> Titanic : એક એવું જહાજ જે ક્યારેય ભૂલાશે નહીં ટાઇટેનિક : દુનિયાનું સૌથી પ્રસિદ્ધ જહાજ : RMS ટાઇટેનિક દુનિયાના સૌથી પ્રસિદ્ધ પેસેન્જર જહાજોમાંનું એક હતું. પોતાના સમયનું આ વિશાળ અને વૈભવી જહાજ બ્રિટનના White Star Line દ્વારા બનાવવામાં આવ્યું હતું. ટાઇટેનિક પોતાની પહેલી જ સફરમાં ઇંગ્લેન્ડથી અમેરિકા જઈ રહ્યું હતું. પરંતુ 15 એપ્રિલ 1912ના રોજ ટાઇટેનિક ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આ જહાજ એક વિશાળ હિમશિલા સાથે અથડાયું અને થોડા કલાકોમાં સમુદ્રમાં ડૂબી ગયું.   -> Titanic ક્યારે બનાવવામાં આવ્યું હતું? ટાઇટેનિક નું નિર્માણ ક્યારે થયું? : ટાઇટેનિક નું…

Atal Good Governance Award 2026: 7 મહત્વના વિભાગોના અધિકારીઓનું થશે સન્માન.. Prime Reward..

ગુજરાત સરકારનો ‘Atal સુશાસન પુરસ્કાર’ : શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું થશે સન્માન Atal ગાંધીનગર, 21 સપ્ટેમ્બર: ગુજરાતના વહીવટી તંત્રમાં શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘Atal સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ નાગરિકલક્ષી વહીવટ, ઉત્તમ કામગીરી અને સુશાસનના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા અધિકારીઓને દર વર્ષે પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ આ યોજના ચાલુ નાણાકીય વર્ષ 2025-26થી અમલમાં મૂકવામાં આવી છે. આગામી વર્ષોમાં પણ આ યોજના ચાલુ રાખવામાં આવશે. અધિકારીઓની કામગીરીના મૂલ્યાંકન માટે દર વર્ષે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન અધિકારીઓ દ્વારા કરવામાં…