104.15 કરોડની મની લોન્ડરિંગ કૌભાંડ: EDએ PMLA સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી

દેશભરમાં ફ્રોડ કરીને રૂ. 104.15 કરોડની મની લોન્ડરિંગની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદની PMLA સ્પેશિયલ કોર્ટમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે.

અરોપીઓ અને માધ્યમ
ફરિયાદમાં મકબુલ અબ્દુલ રહેમાન, કાશિફ મકબુલ, મહેશ દેસાઈ, ઓમ પંડ્યા અને મિતેશ ઠક્કર સહિતના નામો સામેલ છે. તપાસ મુજબ, આરોપીઓએ નકલી સરકારી નોટિસો અને ફોન કોલ્સ દ્વારા લોકોને ડરાવ્યા અને તેમની પાસેથી મોટી રકમ પડાવી હતી.

સિસ્ટમના ભાસ સાથે છેતરપીંડી
ED મુજબ આરોપીઓ નકલી CBI, TRAI અને ED નોટિસો મોકલી લોકોમાં ડર પેદા કરતા હતા. પીડિત પાસેથી વસુલેલી રકમના ફેક ચલણ અને રસીદ પણ ઈશ્યૂ કરતા હતા. કેટલાક આરોપીઓએ નકલી પોલીસ સ્ટેશન બનાવી વીડિયો કોલ મારફતે લોકોને ભયભીત કરી રકમ પડાવવાનું કામ કર્યું.

કૌભાંડનો પર્દાફાશ
આ કૌભાંડનો પ્રથમ પર્દાફાશ સુરત SOG દ્વારા થયો. ત્યારબાદ EDએ સાયબર રેકેટના વધુ પાસાઓ શોધી કૌભાંડની તપાસ વધુ વ્યાપક બનાવી.

આગળની કાર્યવાહી
EDએ આરોપીઓના બેંક એકાઉન્ટ, પ્રોપર્ટી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનોની સંપૂર્ણ તપાસ હાથ ધર્યો છે. વધુ લોકો આ રેકેટમાં સંડોવાયેલા હોવાની શક્યતા હોવાનું EDએ જણાવ્યું છે. શંકાસ્પદ નાણાં હવાલા અને ક્રિપ્ટોકરન્સી મારફતે વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM SVANidhi :Aadhar card થી ₹90,000 ની લોન મળશે ? જાણો સંપૂર્ણ માહિતી…Safety & Awareness

Aadhar card ધાર કાર્ડથી મળશે ₹90,000 સુધીની લોન? 75 લાખથી વધુ લોકોએ લીધો લાભ, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી PM SVANidhi  સરકારની એક યોજના હેઠળ નાના વેપારીઓ અને જરૂરિયાતમંદ લોકોને લોનની સુવિધા મળે છે. ₹90,000 સુધીની લોન, પાત્રતા, અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે જાણો. આજના સમયમાં નાનો વ્યવસાય શરૂ કરવા અથવા પહેલેથી ચાલી રહેલા ધંધાને આગળ વધારવા માટે મૂડીની જરૂર પડે છે. પરંતુ ઘણા નાના વેપારીઓ અને સ્વરોજગાર સાથે જોડાયેલા લોકો માટે બેન્કમાંથી લોન મેળવવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને ગેરંટી, જામીન અને વિવિધ દસ્તાવેજોની પ્રક્રિયાને કારણે લોકો લોન લેવાનું ટાળે છે. આવી સ્થિતિમાં સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના (PM SVANidhi) નાના સ્ટ્રીટ વેન્ડર્સ માટે મહત્વપૂર્ણ સહાય બની છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને કોલેટરલ એટલે…

BEHARI LAL ENGINEERING IPO આજથી બંધ થશે …Investor Frenzy 2026

IPO News: Behari Lal Engineering IPO આજે બંધ થશે, LEAP Indiaના શેરનું 4.40% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ  Behari Lal Engineering IPO માટે આજે સબ્સ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ છે, જ્યારે LEAP Indiaના શેરનું NSE-BSE પર લિસ્ટિંગ થયું છે. જાણો IPOની કિંમત, GMP, સબ્સ્ક્રિપ્શન અને લિસ્ટિંગની વિગતો. ભારતીય શેરબજારમાં IPOને લઈને રોકાણકારો માટે આજે મહત્વનો દિવસ છે. Behari Lal Engineering IPO માટે આજે સબ્સ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ છે, જ્યારે બીજી તરફ LEAP Indiaના શેરનું NSE અને BSE પર લિસ્ટિંગ થયું છે. બંને કંપનીઓને લઈને રોકાણકારોમાં રસ જોવા મળી રહ્યો છે. જોકે IPOમાં રોકાણ કરતા પહેલાં માત્ર ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે GMP પર આધાર રાખવાને બદલે કંપનીના બિઝનેસ, નાણાકીય પરિણામો, દેવું અને વેલ્યુએશન જેવા પાસાંનું વિશ્લેષણ કરવું જરૂરી છે. Behari Lal…