ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો 2,340.62 કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ, નવીનતા અને ટકાઉ વિકાસના માર્ગે દેશને આગળ ધપાવ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો લગભગ 80 ટકા ફાળો આપી રહ્યા છે, જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.

ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત થયું છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં 8 ટકા હિસ્સો ધરાવે છે. આંતરિક અને દરિયાઈ માછીમારી, જળચર ઉછેર, સીફૂડ પ્રોસેસિંગ, નિકાસ, માર્કેટિંગ, સંશોધન અને શિક્ષણ વગેરેને આવરી લેતો મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર દેશમાં લગભગ 30 મિલિયન લોકોને આજીવિકા પૂરી પાડે છે.

જાણો શું કહે છે આંકડા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત દરિયાઈ માછલી ઉત્પાદનમાં રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યનું સરેરાશ વાર્ષિક માછલી ઉત્પાદન લગભગ 9.30 લાખ મેટ્રિક ટન નોંધાયું છે. નાણાકીય વર્ષ 2025–26 માટે દરિયાઈ ઉત્પાદન 8,40,069 મેટ્રિક ટન અને આંતરિક ઉત્પાદન 3,31,284 મેટ્રિક ટન એમ કુલ 11,71,353 મેટ્રિક ટનનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રનું પલડું ભારે
સૌરાષ્ટ્રના આઠ દરિયાકાંઠાના વિસ્તારો મળીને રાજ્યના કુલ ઉત્પાદનમાં 70 ટકા કરતાં વધુ યોગદાન આપે છે, જ્યારે રાજ્યનો સૌથી મોટો ભૌગોલિક જિલ્લો કચ્છ લગભગ 9 ટકા ફાળો આપે છે. વર્ષ 2024–25 દરમ્યાન રાજ્યના દરિયાઈ ઉત્પાદન 7,64,343 મેટ્રિક ટન રહ્યા હતા, જેમાંથી માત્ર સૌરાષ્ટ્રનો હિસ્સો 5,42,333 મેટ્રિક ટન, જ્યારે કચ્છનો 67,547 મેટ્રિક ટન રહ્યો હતો. ગુજરાતના કુલ દરિયાઈ માછલી ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો સામૂહિક હિસ્સો લગભગ 80% છે. 2023–24ની સરખામણીએ રાજ્યએ દરિયાઈ ઉત્પાદનમાં 14 ટકા થી વધુનો વધારો નોંધાવ્યો છે, જે 2023-24 માં 7,04,828 મેટ્રિક ટન હતો.

આ પૃષ્ઠભૂમિમાં, રાજકોટ ખાતે જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર અને કચ્છ રાજ્યના મત્સ્યક્ષેત્રની સફળતાઓ તથા ભાવિ તકો રજૂ કરવા માટે એક અગત્યનું મંચ બની રહેશે. પરિષદમાં નીતિનિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને હિસ્સેદારો સાથે મળી નવીનતા, ટકાઉપણું અને મૂલ્યવર્ધનના નવા માર્ગોની ચર્ચા કરશે. VGRC રાજકોટ દ્વારા દરિયાકાંઠાના વિકાસ, દરિયાઈ ઈકોસિસ્ટમના સંરક્ષણ અને ગુજરાતના વાદળી અર્થતંત્રને વધુ પ્રગતિના શિખરો સુધી પહોંચાડવા રાજ્યની પ્રતિબદ્ધતા પુનઃસ્થાપિત થશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારત-મોરિશિયસ વચ્ચે મોટી ફ્યુઅલ ડીલ, પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ફ્યુઅલ સપ્લાય કરશે ઈન્ડિયન ઓઈલ

ભારત અને મોરિશિયસ વચ્ચે ઊર્જા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ લાંબા ગાળાની સમજૂતી થઈ છે. મોરિશિયસે ભારત સરકાર અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) સાથે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલ સહિતના રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની લાંબા ગાળાની સપ્લાય માટે કરાર કર્યો છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય અને ઈંધણ બજારમાં અનિશ્ચિતતા વધી છે. ભારતના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની મોરિશિયસ મુલાકાત દરમિયાન આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં ભારત અને મોરિશિયસ વચ્ચે ઓઈલ તથા ગેસ ક્ષેત્રે સહયોગ માટે સરકાર-થી-સરકાર MoU અને ઈન્ડિયન ઓઈલ તથા મોરિશિયસની State Trading Corporation વચ્ચે વેચાણ-ખરીદી કરારનો સમાવેશ થાય છે. પેટ્રોલ-ડીઝલથી લઈને વિમાનના ઈંધણ સુધી સપ્લાય આ કરાર હેઠળ મોરિશિયસને…

લદ્દાખમાં હાઇકોર્ટ બેન્ચને કેબિનેટની મંજૂરી, દૂરના વિસ્તારોના લોકોને મળશે ઝડપી ન્યાય

હાઇકોર્ટ બેન્ચને લદ્દાખના નાગરિકો માટે ન્યાયિક ક્ષેત્રે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે લદ્દાખમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 20 ઑગસ્ટ 2026ના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ લદ્દાખના દૂરના અને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને હાઇકોર્ટની સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. સરકારનું માનવું છે કે લદ્દાખની વિશાળ ભૌગોલિક પરિસ્થિતિ અને કઠિન પર્વતીય વિસ્તારોને કારણે નાગરિકો માટે ન્યાયિક સેવાઓ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાથી લોકોને લાંબી મુસાફરી કરવાની જરૂરિયાત ઘટશે અને કાનૂની પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેની બચત થઈ શકે છે. લદ્દાખ માટે મહત્વપૂર્ણ ન્યાયિક પગલું લદ્દાખ એક વિશાળ અને ભૌગોલિક રીતે પડકારજનક કેન્દ્રશાસિત પ્રદેશ છે. અહીંના અનેક વિસ્તારો એકબીજાથી ખૂબ…