દેશી/વિદેશી દારૂ હાટડીઓ પર પોલીસ બેદરકાર, પત્રકારોની 14449 ફરિયાદ

B-india ટીમ, અમદાવાદ, 29 નવેમ્બર 2025

શહેરના પૂર્વ વિસ્તાર છેવાડાના નદીના પટની નજીકના પોલીસ સ્ટેશન હદમાં દેશી-વિદેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાની ખબર B-Indiaના પત્રકારોના ખાનગી સ્ત્રોત પરથી મળી. અનુસંધાનમાં સ્થળ તપાસ અને સ્ટિંગ ઓપરેશન કરતાં સ્પષ્ટ થયું કે કાયદાનું ઉલ્લંઘન કરીને ધજાગરા ઉડાવી રહ્યા છે..અને મોટો ધંધો ફૂલી ફાલી રહ્યો છે. આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવા પહોંચેલા પત્રકારોને PSO પાસેથી મળ્યો એવો જવાબ કે ‘જે થાય એ કરી લો!’ આવી ઉદ્ધતાઈ ભાષામાં ફરજ પ્રત્યેની બેદરકારી! આ અપમાનજનક વર્તન સહન કરી ન શકાય તેવી સ્થિતિમાં પત્રકારોએ 14449 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી. આ ઘટના માત્ર એક સ્ટેશનની નથી, પોલીસ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતીક છે. દારૂના ધંધા પાછળ કોણ છે અને કોણ છાવરી રહ્યું છે? PSO જેવા કર્મચારીઓ/અધિકારીઓની આ ફરજ પ્રત્યેની બેદરકારી માં શું રહસ્ય છે? વાચકો, આપ આને બદલાવવાની માંગ કરો! ગૃહમંત્રી, DGPને નોંધ લેવાની જરૂર છે: તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવે! જોવાનું રહ્યું કે સરકાર આ પર પગલાં લે છે કે નહીં.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Bhadranમાં નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમ: નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગુટખા, નશાના નુકસાન અંગે Policeની સમજ

આણંદ જિલ્લાના Bhadran પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરણ પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને NDPS કાયદા, નશીલા પદાર્થોથી સર્જાતા ગુનાઓ અને ગુટખા-તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય જોખમો અંગે માહિતી આપવામાં આવી હતી. PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, Bhadran ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલી CBSE સાથે સંકળાયેલી જવાહર નવોદય વિદ્યાલય છે. સત્તાવાર CBSE રેકોર્ડમાં પણ આ સંસ્થાનું સરનામું ભાદરણ, જિલ્લા આણંદ, ગુજરાત તરીકે નોંધાયેલું છે. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આ જાગૃતિ કાર્યક્રમમાં Bhadran પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જી.…

Bravery Award For Gujarati Pilot Smit Machhar 2026: ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરને ગુજરાત ગરિમા એવોર્ડ..

Pilot Smit Machharને Gujarat Garima Award: Flydubai ફ્લાઇટની ઘટનામાં બહાદુરી બદલ સન્માન Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત ગુજરાત માટે ગૌરવની વાત સામે આવી છે. Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી એક ગંભીર ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. Pilot Smit Machharની કામગીરીની નોંધ લેતા તેમને ગુજરાતની ગરિમા વધારનારા વ્યક્તિ તરીકે સન્માન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વિમાન ઉડ્ડયન ક્ષેત્રમાં પાઇલટની જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ હોય છે. Pilot Smit Machhar ફ્લાઇટ દરમિયાન કોઈપણ પ્રકારની અસામાન્ય અથવા ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે પાઇલટ દ્વારા લેવામાં આવતા નિર્ણયો મુસાફરોની સુરક્ષા…