રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, રાહત પેકેજ માટે અરજીની તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવી

ગુજરાત સરકારએ ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ રાહત પેકેજ માટેની અરજી કરવાની છેલ્લી તારીખમાં 7 દિવસનો વધારો કર્યો છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે.

તાજેતરના કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ અનેક ખેડૂતોને ટેકનિકલ સમસ્યાઓ, દસ્તાવેજોની અછત અને વહીવટી પ્રક્રિયાની મુશ્કેલીઓના કારણે સમયસર અરજી કરવામાં વિલંબ થયો હતો.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક નિર્ણય લઈને સમય મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, “એકપણ યોગ્ય લાભાર્થી વળતરથી વંચિત ન રહી જાય તે સરકારની પ્રાથમિકતા છે.”

અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર હતી, જેને હવે લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી છે. વધારાના સમયથી હજારો ખેડૂતોને લાભ મળશે અને તેઓ જરૂરી દસ્તાવેજો સાથે સરળતાથી અરજી પૂર્ણ કરી શકશે.

સરકારએ ખેડૂતોને અપીલ કરી છે કે વધારેલા સમયનો લાભ લઈ વહેલી તકે પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરે. ખેડૂત સંગઠનો દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેને ખેડૂતો માટે રાહતરૂપ ગણાવવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

EPFOનો મોટો નિર્ણય: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે PFની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલયે અનિવાર્ય પ્રોવિડન્ટ ફંડ (PF) અને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) હેઠળ આવતી પગાર મર્યાદા ₹15,000 પ્રતિ માસથી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી મળ્યા બાદ નવી વ્યવસ્થા અમલમાં આવશે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી PFના દાયરાથી બહાર રહેલા હજારો નહીં પરંતુ લાખો ખાનગી કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો સીધો લાભ મળશે. નિષ્ણાતોના મતે, આ પગલું સંગઠિત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે લાંબા ગાળે નાણાકીય સુરક્ષા મજબૂત બનાવશે. EPFOનો શું છે હાલનો નિયમ? હાલની વ્યવસ્થા મુજબ જે કર્મચારીઓનો…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાના સંકેત? ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 5%નો કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા ભારતના પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિક વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ઓછો થઈ શકે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અંગેની ચિંતા ઘટી છે અને ભાવમાં ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પની જાહેરાતથી પેટ્રોલ-ડીઝલ બજારમાં હલચલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સંભવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે ટાળવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે સીધી વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.…