9 વર્ષ બાદ Google બંધ કરવા જઇ રહ્યું છે આ ખાસ સુવિધા, લાખો એન્ડ્રોઇડ ફોનમાંથી ગાયબ થશે આ એપ

ગૂગલ 9 વર્ષ પહેલા લોન્ચ કરાયેલી પોતાની ખાસ સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે. આવતા વર્ષની શરૂઆતથી, આ આવશ્યક એપ્લિકેશન વિશ્વભરના લાખો એન્ડ્રોઇડ ફોનમાંથી ગાયબ થઈ જશે. ગૂગલે 2016 માં આ વૉઇસ નિયંત્રિત સુવિધા શરૂ કરી હતી, જે કંપનીએ ફોન તેમજ કનેક્ટેડ ડિવાઇસ માટે લોન્ચ કરી હતી. હવે કંપની ગૂગલ આસિસ્ટન્ટને સંપૂર્ણપણે બંધ કરવા જઈ રહી છે. આવતા વર્ષની શરૂઆતથી, વોઇસ આસિસ્ટન્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસમાંથી ગાયબ થઈ જશે.

જોકે, આ કંપનીનું પહેલું ઉત્પાદન નથી જે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું હોય. ગૂગલે અગાઉ ઘણી લોકપ્રિય પ્રોડક્ટ્સ બંધ કરી દીધી છે. 2016 માં લોન્ચ થયા પછી, ગૂગલ આસિસ્ટન્ટ એપલની સિરી અને એમેઝોન એલેક્સા સાથે સ્પર્ધા કરી રહ્યું છે. આ વૉઇસ-આધારિત કમાન્ડ સુવિધા યુઝર્સને ડિવાઇસ સાથે વોઇસ બેઇઝ કમાન્ડ માટે લોન્ચ કરવામાં આવી હતી.

ગૂગલ તેના વોઇસ આસિસ્ટન્ટને બંધ કરવા જઈ રહ્યું છે અને તેને જેમિની AI થી બદલવા જઈ રહ્યું છે. ગૂગલે કહ્યું છે કે આવતા વર્ષે માર્ચથી, ગૂગલ આસિસ્ટન્ટને જેમિનીમાં અપગ્રેડ કરવામાં આવશે. ત્યાર બાદ, ગૂગલ આસિસ્ટન્ટ એપ હવે મોબાઇલ ડિવાઇસ પર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાશે નહીં. મોબાઇલ ઉપકરણો ઉપરાંત, ટેબલેટ, કાર અને અન્ય કનેક્ટેડ ઉપકરણોમાં પણ ગૂગલ આસિસ્ટન્ટને જેમિનીથી બદલવામાં આવશે.

જેમિની લેશે વોઇસ આસિસ્ટન્ટની જગ્યા 
ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે આ વર્ષના અંતથી ક્લાસિક ગૂગલ આસિસ્ટન્ટ એપ મોબાઇલ ડિવાઇસ પર ઉપલબ્ધ રહેશે નહીં. તેની ભવ્ય યોજનાના ભાગ રૂપે, ગૂગલે ગયા મહિને જેમિની હોમ એઆઈ લોન્ચ કર્યું હતું, જે ગૂગલ આસિસ્ટન્ટનું સ્થાન લેશે. તે ફક્ત સ્માર્ટફોન સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ સ્માર્ટ હોમ ગેજેટ્સ અને કનેક્ટેડ ડિવાઇસ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

કંપની આવતા વર્ષે ગૂગલ હોમ સ્પીકર પણ લોન્ચ કરી રહી છે, જે સંપૂર્ણપણે ગૂગલ જેમિની પર આધારિત હશે. કંપનીએ ગૂગલ આસિસ્ટન્ટને દૂર કરવા અંગે તેના સપોર્ટ પેજ પર માહિતી આપવાનું શરૂ કર્યું છે, જેથી યુઝર્સ ભવિષ્યમાં ગૂગલ આસિસ્ટન્ટને બદલે ગૂગલ જેમિનીનો ઉપયોગ કરી શકે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદમાં ઓટોરિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25, પ્રતિ કિમી ₹20; મુસાફરોમાં નારાજગી

અમદાવાદમાં વધતા CNGના ભાવ વચ્ચે ઓટોરિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાડામાં સુધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને રાહત આપતા ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા દરોને મંજૂરી આપી છે.…

યુનિસેફનું ગંભીર એલર્ટ: ઇબોલાના વધતા કેસો, 30 લાખથી વધુ બાળકો જોખમમાં

વિશ્વમાં ફરી એકવાર ઇબોલા વાયરસનો પ્રકોપ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ ઇબોલાના કુલ કેસો વધીને 1,048 થયા છે, જેમાં અત્યાર સુધી 267 લોકોના મોત નોંધાયા છે. મૃત્યુદર…