ઊંઝા માર્કેટ યાર્ડમાં હવામાનની અનિશ્ચિતતાએ જીરાના ભાવમાં અણધાર્યો ઉછાળો, જાણો વિગત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હવામાનની અનિશ્ચિતતાએ કૃષિ બજારમાં હલચલ મચાવી છે. ખાસ કરીને ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં અચાનક વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, કમોસમી વરસાદ અને અનિશ્ચિત વાતાવરણના કારણે 20 કિલો દીઠ ₹300થી વધુનો ઉછાળો નોંધાયો છે.

હવામાનની અસર માત્ર પાક પર જ નહીં, પરંતુ ખેડૂતોના નિર્ણય પર પણ પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો રવિ પાકનું વાવેતર ખાસ કરીને જીરાનું મોડું કે ઓછું કરી શકે છે. આ કારણે સપ્લાયમાં ઘટાડો થવાની શક્યતા છે, જે સીધો પ્રભાવ ભાવ પર પડી રહ્યો છે.

હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક 14,000 થી 15,000 બોરી જીરાની આવક થઈ રહી છે. જો વાતાવરણ અનુકૂળ નહીં રહે તો જીરાના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. જોકે, જો હવામાન સુધરશે, તો હાલના ભાવ સ્થિર રહે તેવી સંભાવના છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓ અને ખેડૂતો બંને સતર્ક છે. હવામાનના આગામી ફેરફારો પર બજારની દિશા નિર્ભર રહેશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પાટણના વૌવા Villageમાં હિંસક વન્યપ્રાણીનો આતંક Urgent Rescue 2026

REPORTER : ANIL RAMANUJ પાટણના વૌવા Villageમાં હિંસક વન્યપ્રાણીનો આતંક: 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત, બાળકી સહિત વૃદ્ધા પર હુમલાથી ભયનો માહોલ પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા Villageમાં વહેલી સવારે હિંસક વન્યપ્રાણીના હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રાત્રિના અંતિમ પહોરથી વહેલી સવાર સુધી એક અજાણ્યા પ્રાણીએ Villageના અલગ-અલગ વિસ્તારોમાં જઈને લોકો પર હુમલા કર્યા હતા. આ ઘટનામાં 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. તમામને સારવાર માટે ધારપુરની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હુમલાની ગંભીરતા એટલી હતી કે એક 7 વર્ષની બાળકીના ગાલના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ એક વૃદ્ધા પર થયેલા…

Ahmedabadનું હવામાન: આજે પવન સાથે વાતાવરણમાં રાહત, Monsoon Magic 2026

Ahmedabadનું હવામાન: આજે પવન સાથે વાતાવરણમાં રાહત, વાદળછાયા માહોલ વચ્ચે ગરમીથી લોકોને મળી હાશકારો Ahmedabad: અમદાવાદમાં આજે, 30 ઓગસ્ટ 2026ના રોજ, હવામાનમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં પવનની ગતિ વધતાં અને વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને ગરમી અને બફારામાંથી થોડી રાહત અનુભવાઈ રહી છે. હવામાનના તાજા આંકડા મુજબ Ahmedabadમાં હાલમાં તાપમાન આશરે 28-29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે અને દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના અવલોકન મુજબ સવારે 9:30 વાગ્યે તાપમાન 28°C, ભેજ 62% અને દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન આશરે 14.8 કિમી પ્રતિ કલાકની ઝડપે નોંધાયો હતો. હવામાનની આ સ્થિતિને કારણે છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ અમદાવાદના નાગરિકોને વાતાવરણમાં હળવી રાહત અનુભવાઈ રહી છે. જોકે દિવસ દરમિયાન તાપમાન ફરી વધવાની શક્યતા છે અને…