હવે રશિયા કરશે પરમાણુ પરીક્ષણ: પુતિનનો આદેશ, કહ્યું -“અમેરિકા કરે તો અમે પણ કરીશું”

વિશ્વમાં તણાવ વચ્ચે પરમાણુ સ્પર્ધા ફરી ઉગ્ર બનવાની શક્યતા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સૈન્ય અધિકારીઓને પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ (Nuclear Test) શરૂ કરવા માટે તૈયારી રાખવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં અણુ મિસાઈલ પરીક્ષણ કરવાની જાહેરાત બાદ આવ્યો છે. પુતિને કહ્યું છે કે, જો અમેરિકા અથવા અન્ય કોઈ પરમાણુ શક્તિ ધરાવતું દેશ પરીક્ષણ કરે છે, તો રશિયા પણ “તેના સમકક્ષ જવાબ” આપશે.

“અમેરિકા કરે તો અમે પણ કરીશું” — પુતિન
પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું “રશિયા હંમેશા વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ (CTBT)નું પાલન કરે છે, પરંતુ જો અન્ય દેશો આ સંધિનું ઉલ્લંઘન કરે છે, તો રશિયા નિષ્ક્રિય નહીં રહે.” તેમણે અમેરિકા દ્વારા કરવામાં આવેલા પગલાને રશિયાની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ગણાવ્યો અને સૈન્યને તાત્કાલિક પરમાણુ તૈયારી શરૂ કરવાનો આદેશ આપ્યો.

આર્કટિક ક્ષેત્રમાં થઈ શકે છે પરીક્ષણ
રશિયન સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોવે પુતિનને જણાવ્યું કે અમેરિકાએ તાજેતરમાં પોતાની પરમાણુ ક્ષમતામાં વધારો કર્યો છે, તેથી રશિયાએ પૂર્ણ સ્તરના પરમાણુ પરીક્ષણ માટે તૈયારી શરૂ કરવી જરૂરી છે. સૂત્રો મુજબ, રશિયાનું નોવાયા ઝેમલ્યા (Novaya Zemlya) ક્ષેત્ર આર્કટિક વિસ્તારમાં આવેલું જુનું અણુ પરીક્ષણ સ્થળ ટૂંક સમયમાં ફરી કાર્યરત થઈ શકે છે.

રશિયન સુરક્ષા પરિષદને મળ્યો નવો આદેશ
પુતિને વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને ગુપ્તચર એજન્સીઓને અમેરિકાની યોજનાઓ અંગે માહિતી એકત્રિત કરવા અને તેની આધાર પર પરમાણુ પરીક્ષણ માટેની રણનીતિ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. કહ્યું કે, “ટ્રમ્પના નિવેદનથી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ખતરનાક બની છે. રશિયા પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા સમાન પગલાં લેશે.”

પરમાણુ પરીક્ષણનો ઇતિહાસ
– અમેરિકા: છેલ્લું પરીક્ષણ 1992માં
– ચીન અને ફ્રાન્સ: 1996માં
– સોવિયેત સંઘ: 1990માં
– રશિયા: 1991 પછી કોઈ અણુ પરીક્ષણ કર્યું નથી

જો પુતિનનો આદેશ અમલમાં આવે છે, તો 33 વર્ષ પછી રશિયા ફરીથી પરમાણુ પરીક્ષણ કરશે, જે વૈશ્વિક રાજનીતિ અને સુરક્ષા માટે મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…