કમોસમી વરસાદના પગલે યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા- 2025નું આયોજન થઇ શકશે નહીં, જાણો વિગત

ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનાર લીલી પરિક્રમા- 2025 મોકૂફ રાખવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર કાદવ કિચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ પણ થયું છે. આ ઉપરાંત સીડી ભાગમાં સેવાળ થવાના લીધે, લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે, તેમજ અકસ્માત પણ થઈ શકે છે.

આ સ્થિતિનું આજે મહંત ઇન્દ્રભારતી બાપુ, મહેશ ગીરીબાપુ સહિતના સાધુ સંતો, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ઉતારા- અન્નક્ષેત્રના ભાવેશભાઈ વેકરીયા સહિતના પ્રતિનિધિઓ , કલેકટર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા કલેકટરએ આજે કરેલા રૂટ નિરીક્ષણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની લોકોની સલામતી પ્રાથમિકતા છે, ખાસ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર વરસાદના પગલે ઉપર કાદવ કિચડ સર્જાયું છે, જેથી લપસવાની સાથે ઇજા થવાની પણ સંભાવનાઓ છે. ઉપરાંત ગંભીર અકસ્માત પણ થઈ શકે છે. સાથે જ રાહત બચાવનું કાર્ય પણ એટલું જ મુશ્કેલ ભર્યું બની જાય તેમ છે, વન્ય પ્રાણીઓનો પણ એટલો જ ખતરો રહેલો છે. તદુપરાંત સેવાભાવી સંસ્થાઓ વરસાદના પગલે અન્નક્ષેત્રો પણ શરૂ કરી શકે તેમ નથી. આમ, દર વર્ષની જેમ આ વર્ષે ગીરનાર લીલી પરિક્રમા નહીં યોજી શકાય. તેમણે કહ્યું કે, પદાધિકારીઓ સાધુ-સંતો, અન્નક્ષેત્રના સંચાલકો અધિકારીઓ સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યા બાદ સર્વ સહમતિથી ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન સાથે અને ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતોને સાથે રાખી પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા કરવામાં આવશે.

આ પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન તકેદારીના ભાગરૂપે એસડીઆરએફની ટીમ, હેલ્થ ટીમ, પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પણ સાથે રહેશે. મીડિયા કર્મીઓને આ માહિતી આપતી વેળાએ જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નેશનલ હેન્ડલૂમ ડે પર CM ભુપેન્દ્ર પટેલની ખાસ ખરીદી, સ્વદેશી અપનાવવા અપીલ 2026 Glorious Tradition

નેશનલ હેન્ડલૂમ ડે 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખરીદ્યા હાથશાળ ઉત્પાદનો, ‘વોકલ ફોર લોકલ’ને આપ્યો વધુ વેગ  નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની ગરવી ગુર્જરીમાંથી હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ આપતા નાના કારીગરોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો. 7 ઓગસ્ટના નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ગરવી ગુર્જરીની મુલાકાત લઈને હાથશાળ (હેન્ડલૂમ) ઉત્પાદનોની ખરીદી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ મંત્રને વધુ વેગ આપતા મુખ્યમંત્રીના આ પગલાને નાના અને ગ્રામ્ય કારીગરો માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ હેન્ડલૂમ ડેના અવસરે દેશવાસીઓને સ્થાનિક હાથવણાટ ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી હતી, જેથી ગ્રામ્ય કારીગરોની આવકમાં વધારો થાય અને ભારતની સમૃદ્ધ હાથવણાટ…

કોબા કેનાલ પર બનશે ૧૨ લેનનો બ્રિજ: ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે કાયમી રાહત 2026 Permanent Solution,

કોબા કેનાલ પર 12 લેનનો બ્રિજ બનાવવાની યોજના: ટ્રાફિકની મોટી સમસ્યાનો આવશે ઉકેલ, ‘બોટલનેક’માંથી મળશે રાહત ગાંધીનગરના કોબા કેનાલ પર 12 લેનનો આધુનિક બ્રિજ બનાવવાની યોજના તૈયાર થઈ રહી છે. કેનાલના વિકાસ સાથે ટ્રાફિકના ‘બોટલનેક’ને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જાણો સમગ્ર પ્રોજેક્ટની વિગતો. ગુજરાતમાં વધતા શહેરીકરણ અને વાહનોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને માર્ગ માળખાને વધુ આધુનિક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ જ દિશામાં હવે ગાંધીનગરના કોબા કેનાલ પર 12 લેનનો વિશાળ બ્રિજ બનાવવાની યોજના ચર્ચામાં છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ હાલની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની અવરજવરને વધુ ઝડપી અને સરળ બનાવવાનો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ યોજના હેઠળ કોબા કેનાલને જરૂરિયાત મુજબ વિકસાવવાની પણ તૈયારી કરવામાં આવશે. ખાસ…