વડોદરા પ્રથમ વખત ગૌરી અલકાપુરી દ્વારા આવનારી લગ્ન સિઝનને ધ્યાનમાં રાખી “બ્રાઈડલ બેઠક”નુ આયોજન

વિજય ઠાકોર, વડોદરા/ સંસ્કારી નગરી વડોદરા શહેર નારીની સૌંદર્યતાના નીખાર માટે અનેકો અનેક વર્ષોથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે.જેમાનું એક આગવું નામ “ગૌરી” સન 1941 થી છેલ્લા 84 વર્ષોથી એટલે કે 8 દાયકાથી કાર્યરત છે જે વિશ્વાસ અને ગુણવતાની પ્રથમ હરોળ માં સતત રહ્યું છે. જેની શરૂઆત 400 સ્કે.ફીટ થી કરવામાં આવેલ હતી, આજે 12,000 સ્કે.ફીટ માં ફેલાઈને શહેરમાં અગ્રીમ સ્થાન પામેલ છે. જેઓએ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની સન્નારીઓના હ્રદયમાં સ્થાન પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ છે. કવોલિટી અને વ્યાજબી કિંમત એટલે કે ઓછા નફા ધોરણથી પોતાનો વ્યવસાય ધરાવે છે.

આજકાલની પેઢી હવે ઘરમાં કોઈપણ શુભ પ્રસંગો હોય તેને આગવી શૈલીમાં ઉજવવામાં ઉત્સુક હોય છે તેને ધ્યાનમાં લઈ ને ગૌરી પરીવારે “લગ્ન-શાદી” પ્રસંગોમાં શરૂઆત થી અંત સુધીમાં જરૂરીયાતોને ધ્યાનમાં લઈને ૨ દિવસની “બ્રાઈડલ બેડક” નામની ઇવેન્ટ રાખેલ છે. આ પ્રકારની ઇવેન્ટ વડોદરા શહેર જ નહી પણ કદાચ કયાંય કોઈએ કરી નહી હોય કે વિચારી નહીં હોય.

“બ્રાઇડલ બેઠક” 2025 ઇવેન્ટ ગૌરી RMS, મિરાકી, અલકાપુરી ખાતે તા.13 ના રોજ સવારે 11 થી રાત્રે 8 કલાક સુધી યોજવામાં આવી હતી, જેમાં તમામ ગ્રાહક મિત્રો, સ્નેહીઓ, વહેપારીઓએ આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

મુખ્યત્વે આ ઇવેન્ટ માં એકજ સાથે બ્રાઇડલને લગતા તમામ એજન્સી ના સ્ટોલ-પ્રદર્શન એકજ સ્થળે જોવા મળ્યા હતા. જેમાં બ્રાઈડલ વેર, રીયલ એન્ડ ઇર્મીટેશન જવેલરી, કેટરીંગ, સ્વીટસ, ડેકોરેટર્સ, સ્ટાઇલીસ્ટ, ગીફટ હેમ્પર, ડીઝાઈનર બ્લાઉસ, એન્કર, સ્કીન સ્પેશ્યાલીસ્ટ જેવી તમામ જરૂરીયાત ના સ્ટોલ્સ-પ્રદર્શન ઉપ્લબ્ધ હતા.

આ ઇવેન્ટ થી શહેર તથા આજુબાજુનાં ગ્રામ્યમાં પ્રત્યેક કુટુંબમાંથી આવનાર શુભ પ્રસંગોમાં પ્રસંગની શરૂઆત થી અંત સુધીની જરૂરીયાતો સંતોષાઈ છે.તા.12 ના રવિવારના રોજ આ ઇવેન્ટ ના આગલા દિવસે મેઝલ વ્યાસ, ધૃતિકા ઠક્કર જેવા સેલિબ્રિટીઝ સાથે તમામ લાગતા વળગતા બ્રાઈડલ થીમને લઇને ફેસન શો યોજવામાં આવ્યો હતો, જેનાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી રાધિકારાજે ગાયકવાડ, તથા શહેરના માજી સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શહેરના નામાંકિત બિઝનેસ વુમન પણ હાજર રહીને શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

-> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…

Devbhumi Dwarka Water Crisis Bhimgaja Lake Alert 2026: જો ૧૫ દિવસમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો શું થશે?

Dwarka તાલુકામાં પાણીનું સંકટ ઘેરાયું! ભીમગજા તળાવમાં માત્ર પખવાડિયા ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાની ચિંતા દિવાળીના તહેવારો અને મીની વેકેશન વચ્ચે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ; Dwarka, ઓખા સહિત 42 ગામડાંઓની પ્રજાની ચિંતા વધી, લાખો યાત્રિકોની પાણીની વ્યવસ્થા સામે પણ સવાલ -> યાત્રાધામ Dwarkaમાં પાણીની સમસ્યા ગંભીર બની :- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામ Dwarkaમાં પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ દિવાળીના તહેવારો અને મીની વેકેશન નજીક આવતાં દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની શક્યતા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ખૂબ જ મર્યાદિત રહ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને દ્વારકા અને ઓખા નગરપાલિકા સહિત આસપાસનાં આશરે 42 ગામડાંઓને પાણી પૂરું પાડવામાં…