ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મોટું અને રાહતભર્યું નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થનારી નવી નીતિ અનુસાર, હવે મુસાફરો પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ પર કોઈપણ કેન્સલેશન ચાર્જ ચૂકવીયા વિના મુસાફરીની તારીખ બદલી શકશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું એલાન
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક જાહેર નિવેદનમાં જણાવ્યું કે, “મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને વધુ લવચીકતા અને સરળતા પૂરી પાડવાનો છે. અગાઉ, મુસાફરીના પ્લાનમાં બદલાવ થવાથી મુસાફરોને ટિકિટ રદ કરવાની મજબૂરી પડતી હતી અને ચાર્જ પણ ચૂકવવો પડતો હતો. હવે, એ સમસ્યા દૂર થઈ જશે.”
નવી સુવિધા કેવી રીતે કામ કરશે?
– મુસાફરોને જો નવી તારીખે સીટ ઉપલબ્ધ હોય તો, મુસાફરીની તારીખ બદલી શકાશે
– જો નવું ભાડું વધુ હશે, તો તફાવત ચૂકવવો પડશે
– જો ભાડું ઓછું કે સમાન હશે, તો કોઈ વધારાનો ચાર્જ નહીં લાગુ પડે
– ફક્ત કન્ફર્મ ટિકિટ ધરાવનાર મુસાફરો જ આ સુવિધાનો લાભ લઈ શકશે
– RAC અને Waiting List ટિકિટ ધરાવનારો આ ફાયદો લઈ શકશે નહીં
મુસાફરોને શું ફાયદો થશે?
– અગાઉ, ટિકિટ રદ કરવાથી 25% થી 50% સુધી કેન્સલેશન ચાર્જ લેવાતા
– હવે, મુસાફરો સરળતાથી તારીખ બદલી શકશે અને પૈસા બચાવી શકશે
– ખાસ કરીને એવા મુસાફરો માટે લાભદાયી છે જેમના પ્લાન અચાનક બદલાય
– કોઈ નવી ટિકિટ ફરીથી ખરીદવાની જરૂર નહીં પડે
IRCTC સિસ્ટમમાં આવશે ટેકનિકલ સુધારા
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, IRCTC બુકિંગ પ્લેટફોર્મમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે જેથી મુસાફરો પોતાની મુસાફરીની તારીખો ઓનલાઇન સરળતાથી બદલી શકે.
આ નવો નિર્ણય ભારતીય રેલવે માટે યાત્રિકપ્રથમ (Passenger First) અભિગમ તરફ વધુ એક પગલું છે. રેલવે સેવા વધુ અનુકૂળ, લવચીક અને મુસાફરો માટે અનુકૂળ બને તે માટે સતત સુધારાઓ કરવામાં આવી રહ્યા છે.






