વડોદરા : 3 થી 11 ઓક્ટોબર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે, જાણો વિગત

શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના રીપેરીંગ અને જાળવણી કામગીરીને લઈ તા. 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન વિજ પુરવઠો સમયગાળાની વચ્ચે ખોરવાશે. દરરોજ સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજ વિભાગ તરફથી આપેલા નિવેદન અનુસાર, રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં સાથે જ જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃશરૃ થઈ જશે.

તારીખવાર વિજ પુરવઠો બંધ રહેવાના વિસ્તારો:
તા. 3 ઓક્ટોબર (શુક્રવાર):
વાસણા સબ ડિવિઝન
માઈલ સ્ટોન ફીડર
શહીદ વિસ્તાર આસપાસ

તા. 4 ઓક્ટોબર (શનિવાર):
અટલાદરા ફીડર
મહાબલીપુરમ ફીડર વિસ્તાર

તા. 5 ઓક્ટોબર (રવિવાર):
અલકાપુરી ફીડર
પનોરમ ફીડર વિસ્તાર

તા. 7 ઓક્ટોબર (મંગળવાર):
અલકાપુરી ફીડર
આર્કેડ ફીડર
અકોટા સબ ડિવિઝન
ગુજરાત ટ્રેક્ટર ફીડર
યોગી ફીડર (અટલાદરા સબ ડિવિઝન)

તા. 8 ઓક્ટોબર (બુધવાર):
સમા સબ ડિવિઝન (અણુશક્તિ ફીડર)
ફતેગંજ સબ ડિવિઝન વિસ્તાર

તા. 9 ઓક્ટોબર (ગુરૂવાર):
લક્ષ્મીપુરા સબ ડિવિઝન
અલકાપુરી સબ ડિવિઝન
અલકાપુરી ફીડર વિસ્તાર

તા. 10 ઓક્ટોબર (શુક્રવાર):
સમા સબ ડિવિઝન
ચાણક્ય પૂરી ફીડર વિસ્તાર

તા. 11 ઓક્ટોબર (શનિવાર):
અલકાપુરી ફીડર
ટ્રાઇડેન્ટ ફીડર વિસ્તાર

નાગરિકોને અપીલ:
વિશ્વામિત્રી પશ્ચિમ વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું છે કે નાગરિકોએ સાવચેત રહેવું અને પોતાના રહેણાંક તેમજ વ્યાવસાયિક સ્થાનોમાં વીજ પુરવઠો બંધ રહે તે મુજબ પૂર્વ તૈયારી રાખવી જરૂરી છે.

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *