ગુજરાત હાઇકોર્ટે રિ – ડેવલપમેન્ટ અટકાવવા બદલ ફ્લેટ માલિકોને 1 લાખનો દંડ ફટકાર્યો

પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના સોલા રોડ સ્થિત સૂર્યા એપાર્ટમેન્ટ-2ના પુનઃવિકાસને રોકવાનો પ્રયાસ કરનાર 34 ફ્લેટ ધારકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ વિરોધીઓ પર ‘કૃત્રિમ કટોકટી’ ઊભી કરીને બિનજરૂરી ઉતાવળ દેખાડવાનો આરોપ મૂક્યો અને તેમના વકીલની વર્તણૂકને ‘શરમજનક’ ગણાવી.1987માં ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા બનાવવામાં આવેલા આ એપાર્ટમેન્ટમાં 132 ફ્લેટ છે. આમાંથી 110 ફ્લેટ ધારકોએ પુનઃવિકાસ માટે સંમતિ આપી, જે કાયદેસર રીતે જરૂરી સંખ્યા પૂરી કરે છે. GHB’એ પણ 2022થી આ પ્રોજેક્ટને ટેકો આપ્યો છે. પરંતુ 34 ફ્લેટ ધારકોએ વિરોધ કર્યો. આ 34 અરજદારોએ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો, જ્યાં 2 સપ્ટેમ્બરે રિડેવલપમેન્ટ રોકવાની અરજી ફગાવાઈ. આ પછી તેઓ 15 સપ્ટેમ્બરે હાઈકોર્ટ પહોંચ્યા અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી. કોર્ટનો કડક અભિગમ
જસ્ટિસ એમ.જે. શેલતે કેસની વિગતે સુનાવણી કરી. તેમણે જણાવ્યું કે પુનઃવિકાસથી ફ્લેટ ધારકોને મોટા ફ્લેટ અને માલિકી હક મળશે, એટલે તેમનું કોઈ નુકસાન નથી. કોર્ટે નોંધ્યું કે 34 ફ્લેટ ધારકોએ ખોટી ઉતાવળ કરી અને ન્યાયિક સમયનો દુરુપયોગ કર્યો. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું, ‘આવા અનૈતિક વાદીઓના વ્યર્થ પ્રયાસોને શરૂઆતમાં જ રોકવું જરૂરી છે. આવા કેસોને સજા વિના છોડવા ન જોઈએ.’

દંડ અને વકીલની ટીકા: હાઈકોર્ટે 34 ફ્લેટ ધારકોને એક મહિનામાં અમદાવાદની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને 1 લાખ રૂપિયા ભરવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત, 34 ફ્લેટધરકોના વકીલની કામગીરી પર પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી. 22 સપ્ટેમ્બરે વહેલી સવારે કેસ દાખલ કરીને અને જાણે GHB ફ્લેટ તોડવા તૈયાર હોય તેવી ઉતાવળ દેખાડવી, આવું વર્તન અત્યંત નિંદનીય અને શરમજનક હોવાનું કોર્ટે જણાવ્યું.

શું છે મહત્વ?: આ ચુકાદો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં બિનજરૂરી અડચણો ઊભી કરનારાઓ માટે ચેતવણીરૂપ છે. ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય ન્યાયિક સમયનો દુરુપયોગ રોકવા અને પુનઃવિકાસ જેવા જાહેર હિતના પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે મહત્વપૂર્ણ ગણાશે.

Related Posts

Brain Health : પૂરતી ઊંઘ ન લેવાથી ઘટી શકે છે યાદશક્તિ! જાણો કેટલા કલાકની Sleep જરૂરી છે 2026 Hidden Strong

Brain Health પૂરતી ઊંઘ ન લેવાથી ઘટી શકે છે યાદશક્તિ! જાણો મગજને સ્વસ્થ રાખવા રોજ કેટલા કલાક સૂવું જરૂરી Brain Health  Lack of Sleep Memory Loss: આજના વ્યસ્ત જીવનમાં મોડી રાત સુધી જાગવું, મોબાઇલનો વધુ ઉપયોગ કરવો અને અનિયમિત ઊંઘ લેવી સામાન્ય બની ગયું છે. પરંતુ લાંબા સમય સુધી પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ ન લેવાની આદત શરીરની સાથે મગજના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. ઊંઘ દરમિયાન મગજ દિવસભર મળેલી માહિતીનું સંચાલન કરે છે અને યાદોને મજબૂત બનાવવાની પ્રક્રિયા પણ થાય છે. તેથી ઊંઘની ગુણવત્તા અને યાદશક્તિ વચ્ચે મહત્વનો સંબંધ છે. Brain Health  ઊંઘ અને યાદશક્તિ વચ્ચે શું છે સંબંધ? જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે મગજ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જતું નથી. ઊંઘ દરમિયાન મગજમાં દિવસ દરમિયાન…

AI Camera:અમદાવાદમાં Navratri 2026 માટે Police Alert: ગરબા ગ્રાઉન્ડ પર નજર, મહિલાઓની સુરક્ષા માટે ખાસ એક્શન Masterplan

AI Camera  અમદાવાદમાં નવરાત્રિ પહેલાં પોલીસ એલર્ટ, AI કેમેરાથી ગરબા ગ્રાઉન્ડની ક્ષમતા પર નજર AI Camera અમદાવાદ: નવરાત્રિ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખેલૈયાઓ અને ગરબા આયોજકોની સુરક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન શહેરમાં મોટી સંખ્યામાં લોકો ગરબા ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટ, ક્લબ અને અન્ય સ્થળોએ એકત્ર થતા હોવાથી ભીડ વ્યવસ્થાપન પોલીસ માટે મહત્વપૂર્ણ મુદ્દો બની રહે છે. આ વર્ષે ખાસ કરીને ટેક્નોલોજીના ઉપયોગથી ભીડ પર નજર રાખવા અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ, ગરબા આયોજકો અને ફાયર વિભાગ વચ્ચે યોજાયેલી સંકલન બેઠકમાં સુરક્ષા, ટ્રાફિક, ફાયર સેફ્ટી અને ખેલૈયાઓની સલામતી સહિતના મુદ્દાઓ પર ચર્ચા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *