USA : કેલિફોર્નિયામાં ક્લિનિક નજીક બોમ્બ બ્લાસ્ટ, 1 નું મોત 4 ઘાયલ

કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ શહેરમાં શનિવારે એક ક્લિનિકની બહાર થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ આ ઘટનાને “ઇરાદાપૂર્વકનું આતંકવાદી કૃત્ય” ગણાવ્યું. FBI ના લોસ એન્જલસ ફિલ્ડ ઓફિસના સહાયક નિર્દેશક અકિલ ડેવિસે જણાવ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત, તેમણે કોઈપણ માહિતી શેર કરવાનો ઇનકાર કર્યો છે.

ડેવિસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને તે સ્પષ્ટ નથી કે હુમલો કરનાર એ જ વ્યક્તિ હતો કે નહીં. આ ઘટનાથી પરિચિત બે કાયદા અમલીકરણ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ સંભવિત કાર બોમ્બ તરીકે કરવામાં આવી રહી છે.

વિસ્ફોટથી અનેક ઇમારતોને થયું નુકશાન 
પોલીસનું કહેવું છે કે આ વિસ્ફોટથી આસપાસની ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે. અમેરિકન રિપ્રોડક્ટિવ સેન્ટરની સમગ્ર અમેરિકામાં 3 શાખાઓ છે. “વિસ્ફોટના અવાજથી બધા ગભરાઈ ગયા હતા, પરંતુ આવા અકસ્માતો આપણને ડરાવી શકતા નથી,” ક્લિનિકના ડૉક્ટર માહેર અબ્દુલ્લા કહે છે.

જે ક્લિનિકને નિશાન બનાવવામાં આવ્યું હતું તે ‘અમેરિકન રિપ્રોડક્ટિવ સેન્ટર્સ’ છે જે પ્રજનન સારવાર પૂરી પાડે છે. ક્લિનિકના ડિરેક્ટર ડૉ. માહેર અબ્દુલ્લાએ પુષ્ટિ આપી કે વિસ્ફોટમાં ક્લિનિકને નુકસાન થયું હતું. જોકે, તેમણે રાહત વ્યક્ત કરી કે બધા કર્મચારીઓ સુરક્ષિત છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

ચીને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ICBM મિસાઇલનું પરીક્ષણ કર્યું, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સહિત અનેક દેશોએ નોંધાવ્યો વિરોધ

ચીને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પરમાણુ હથિયાર વહન કરવાની ક્ષમતા ધરાવતી ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પરીક્ષણ કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. અહેવાલો મુજબ ચીને પરમાણુ સંચાલિત સબમરીનમાંથી મિસાઇલ લોન્ચ કરી…

નાટો સમિટ પહેલાં યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 68 મિસાઇલ અને 351 ડ્રોનથી કર્યો હુમલો

નાટો સમિટ પહેલા રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલાઓમાંથી એક કર્યો હોવાનું સામે આવ્યું છે. રશિયાએ યુક્રેન પર 68 મિસાઇલ અને 351 ડ્રોન દ્વારા હુમલો કર્યો હોવાનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *