મહુવામાં પાખંડી ભુવાનું પાપ: ધાર્મિક વિધિના બહાને યુવતી પર દુષ્કર્મ, 7 મહિના પછી ખુલ્યો કિસ્સો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી માનવતા ને હેરાન કરનાર ઘટના સામે આવી છે. ધાર્મિક વિધિના નામે એક પાખંડી ભુવાએ 25 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પાખંડી ભુવાએ ધાર્મિક વિધિના બહાને એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દિવાળીના સમયની છે. પીડિતાએ પિતૃ તર્પણ વિધિ માટે ભુવાનું માર્ગદર્શન માંગ્યું હતું. આરોપી ધીરુ ભુકણ, જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનો રહેવાસી છે, યુવતીને ધાર્મિક વિધિ કરાવવાના બહાને કરીને એક મકાનમાં લઈ ગયો. આ મકાનમાં પહોંચ્યા બાદ તેણે બારી-દરવાજા બંધ કરી, યુવતીની મરિયાદા ભંગ કરી અને દુષ્કર્મ આચર્યું. પછી તેનાથી કોઈને ન કહેવા માટે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી.

 

View & buy artworks on indiaart.com by APOORVA DWIVEDI

 

આ આરોપી ધીરુ ભુકણ (ઉંમર 50 વર્ષ), અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે. દિવાળીની આસપાસ, પીડિતાએ પિતૃ તર્પણ માટે ધાર્મિક વિધિ કરાવવાની વાતે તેની પાસે સંપર્ક કર્યો હતો. પરંતુ આ ભુવાએ શ્રદ્ધા અને ધાર્મિક શ્રદ્ધાનો દુરૂપયોગ કરતાં યુવતીને એક મકાનમાં લઈ જઈ બારી-દરવાજા બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું.

 

7 મહિના સુધી મૌન કેમ?:- યુવતી ભયના કારણે કોઈને પણ આ ઘટનાની જાણ કરી શકી નહીં. પણ જ્યારે તેની બહેન સુરતથી ઘેર આવી, ત્યારે યુવતીએ પોતે સાથે થયેલા અન્યાયની વાત તેણીને કહી. પરિવારના સપોર્ટ પછી છેલ્લે યુવતીએ બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

 

બહેન બની આશા:- સુરતથી યુવતીની બહેન ઘરે આવતા, યુવતીએ સમગ્ર ઘટનાની જાણ કરી અને પરિવારના સહારે બગદાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

 

પોલીસની કાર્યવાહી ચાલુ:- હાલમાં પીડિતાની ફરિયાદના આધારે બગદાણા પોલીસે ગુનો નોંધી આરોપી ધીરુ ભુકણ વિરુદ્ધ શોધખોળ શરૂ કરી છે. પોલીસ ટીમે તેની ધરપકડ માટે સક્રિય તપાસ શરૂ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

રાજકોટ સહિત ગુજરાતમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદીનો ટ્રેન્ડ વધ્યો, છતાં હિસ્સો હજુ ઓછો

ગુજરાતમાં મિલકત માલિકીના ક્ષેત્રમાં મહિલાઓનો હિસ્સો ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં રજૂ થયેલા સત્તાવાર આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 16.52 લાખથી વધુ વેચાણ દસ્તાવેજો નોંધાયા…

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *