પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 1239 જગ્યાઓ પર ભરતી જાહેર, 17 મેથી ભરાશે ફોર્મ

ગુજરાત રાજ્યના યુવા ઉમેદવારો માટે નોકરીનું સોનુ અવસર સામે આવ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસર વર્ગ-3 માટે કુલ 1239 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 17 મે 2025 થી શરૂ થશે અને 10 જૂન 2025 સુધી ચાલશે.

જગ્યા વિગતવાર:

વર્ક આસિસ્ટન્ટ – 984 જગ્યાઓ

  • સામાન્ય વર્ગ: 456
  • આર્થિક રીતે નબળા વર્ગ (EWS): 84
  • સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC): 256
  • અનુસૂચિત જાતિ (SC): 53
  • દિવ્યાંગ અનામત: 52
  • માજી સૈનિક અનામત: 88

ટ્રેસર વર્ગ-3 : 245 જગ્યાઓ

  • સામાન્ય વર્ગ: 148
  • EWS: 12
  • SEBC: 57
  • SC: 6
  • ST: 22

મહત્વની તારીખો:

  • ફોર્મ ભરવાનું શરૂ: 17-05-2025
  • છેલ્લી તારીખ: 10-06-2025
  • ફી ભરવાની સમયમર્યાદા: 22-05-2025 થી 10-06-2025
  • અરજી માટે વેબસાઇટ: ojas.gujarat.gov.in

ફી અને અરજી પ્રક્રિયા:

  • સામાન્ય વર્ગના ઉમેદવારોએ SBI E-Pay મારફતે ફી ભરવી ફરજિયાત રહેશે.
  • અનામત કેટેગરી માટે નિયમ મુજબ છૂટછાટ ઉપલબ્ધ રહેશે.
  • અરજી ફક્ત ઓનલાઈન જ માન્ય રહેશે.

મહત્વની સૂચના:

  • ઉમેદવારોને સંપૂર્ણ જાહેરાત વાંચીને જ અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
  • તમામ જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાં પડશે.
  • પાત્ર ઉમેદવારોને પસંદગી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

Related Posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો ——– કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર માટે અતિઆધુનિક ‘હેલ્સિયન’ (Halcyon) ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન…

મુખ્ય શિક્ષકો માટે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: સળંગ સેવા, જૂની પેન્શન અને સત્રાંત નિવૃત્તિનો લાભ

ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાય એવા ત્રણ મોટા નિર્ણયો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જારી કરાયેલા સત્તાવાર પરિપત્રો મુજબ, HTAT મુખ્ય શિક્ષકોની અગાઉની સેવાને સળંગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *