મરણચીસોથી ગુંજી ઉઠ્યો ધોલેરા-ભાવનગર હાઇવે, કાર અકસ્માતમાં 5 લોકોના મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ભાવનગર-ધોલેરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આજે ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. 1 કાર ભાવનગર તરફથી આવી રહી હતી, અને 2જી કાર ધોલેરા થી ભાવનગર તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક ગાડીઓ વચ્ચે ટક્કર સર્જાતા મોટી ઘટના ઘટી હતી. આ ઘટનામાં 1 મહિલા અને 4 પુરુષોના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે શરૂ કરી તપાસ
અકસ્માતની ઘટનાને લઈને હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રાહત બચાવ કાર્ય તથા ટ્રાફિક નિયમન શરૂ કરાવ્યું હતું. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં હતા. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ
1.ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા
2.અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા
3.ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા
4.તીર્થ ગૌરવભાઈ ડોબરીયા
5.દિશાબેન કિરીટભાઇ પ્રબતાણી

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે: પવનની દિશા બદલાતા તાપમાનમાં 2–3 ડિગ્રીનો ઉછાળો

ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં બદલાવને કારણે રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન…

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: વેરાવળ અને આસપાસના પંપો પર લાંબી લાઈનો, લોકોમાં ભયનું માહોલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની ખોટી અફવાઓ ફેલાતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો. સાંજ પડતાની સાથે જ શહેર અને હાઇવે પરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *