સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તોડનારની ખેર નથી… કડક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની સૂચના

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે,. આ દરમિયાન ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. જેમાં સેનાનું મનોબળ તોડવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ વડા, જિલ્લા પોલીસ વડા સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ જોડાયા હતા.

જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તુટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનાર લોકો સામે સઘન વોચ રાખી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી છે. ઉપરાંત આર્મી-સૈન્યની મૂવમેન્ટ અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરનાર કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

રાખવામાં આવશે ખાસ વોચ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તુટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનાર લોકો સામે સઘન વોચ રાખી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી છે.ઉપરાંત આર્મી-સૈન્યની મૂવમેન્ટ અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરનાર કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટે યોજાશે પરીક્ષા

ગુજરાત પોલીસમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ આગામી 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 17 ઓગસ્ટના બપોરે 2 વાગ્યાથી ગુજરાત સરકારની OJAS વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર મેળવી શકશે. ગુજરાતમાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પરીક્ષાની તારીખ સાથે ઉમેદવારો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે તેમણે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલી તમામ વિગતો ચકાસી લેવી પડશે. કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય,…

CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *