રાજ્યમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની મિશન હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. આગની ઘટનાને લઈને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સુરતના અઠવાલાઇન્સ સ્થિત મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 15 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગ લાગવાને પગલે હોસ્પિટલમાં નાસભાગ અને દોડધામ મચી છે.
આગની ઘટનાને લઈને હોસ્પિટલમાંથી દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે જ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







