સુરત: મિશન હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે

રાજ્યમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની મિશન હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. આગની ઘટનાને લઈને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સુરતના અઠવાલાઇન્સ સ્થિત મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે.  ફાયર વિભાગની 15 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.  આગ લાગવાને પગલે હોસ્પિટલમાં નાસભાગ અને દોડધામ મચી છે.

આગની ઘટનાને લઈને હોસ્પિટલમાંથી દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે જ  દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.  પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ભાવનગરના મહુવામાં કોળી સેનાના પ્રમુખ મુકેશ ઢાપા પર જીવલેણ હુમલો, CCTV દ્રશ્યો આવ્યા સામે

મહુવા ખાતે કોળી સેનાના પ્રમુખ મુકેશ ઢાપા પર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં કેટલાક શખ્સો દ્વારા મુકેશ…

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે ભીષણ આગ, અનેક બાઈક અને એક્ટિવા બળીને ખાક

અમદાવાદના વ્યસ્ત ઇસ્કોન ક્રોસ રોડ નજીક આજે ભીષણ આગની ઘટના સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેસના બાટલામાં અચાનક આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *