આવતીકાલે ગુજરાતના આ જિલ્લામાં યુદ્ધનું મોકડ્રિલ, ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 15 જિલ્લામાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે.

પરિપત્રમાં મોકડ્રીલ દરમિયાન લેવાના પગલાંની માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયતો અને રિહર્સલનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગ્રામ્ય સ્તર સુધી આ કવાયતનું આયોજન કરવાનું આયોજન છે.’ આ કવાયતનો ઉદ્દેશ્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણ મશીનરીની તૈયારીનું મૂલ્યાંકન અને વધારો કરવાનો છે.

વર્ષ 1971 બાદ પ્રથમ વખત મોક ડ્રિલનું આયોજન
1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. દેશભરમાં આવતી કાલે મોકડ્રિલનું આયોજન કરાયું છે. ત્યારે મોક ડ્રિલના આયોજન અંગે કેન્દ્ર સરકાર સાથે વિડિઓ કોંફરન્સ દ્વારા મિટિંગનું આયોજન કર્યું છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં મોકડ્રીલ
કેન્દ્ર સરકારના આદેશ મુજબ ગુજરાતના કુલ 19 સ્થળે મોકડ્રિલ યોજાશે. જેમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને નવસારીનો સમાવેશ થાય છે.

ગાંધીનગરમાં બેઠકો શરૂ
ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રિલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. જેમાં IPS મનોજ અગ્રવાલને મોકડ્રિલના ઈન્ચાર્જ બનાવાયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *