સરદારધામ પ્રમુખનું મોટું નિવેદન, “દીકરીના કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ”: હવે જાગી ચર્ચા

તાજેતરમાં જ UPSCનું પરિણામ જાહેર થયું હતું જેમાં ચાલુ વર્ષે ગુજરાતના ચાર ઉમેદવારોએ બાજી મારી હતી જેને લઈને આજે અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારે સરદારધામ દ્વારા આયોજિત અધિકારી સન્માન સમારોહમાં સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાએ એક વિવાદાસ્પદ પરંતુ વિચારેલું નિવેદન આપ્યું છે. મહિલાઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે “દીકરી ખરીદી કરવા નીકળે ત્યારે તેના કમર પર રિવોલ્વર લટકતી હોવી જોઈએ”.

 

મુખ્ય મુદ્દા:-

ગગજી સુતરીયાએ દેશના દરેક નાગરિકને લશ્કરી તાલીમ આપવાની ભલામણ કરી
દીકરીઓ માટે સુરક્ષા અંગે કડક ટિપ્પણી: “આજે રિવોલ્વર રાખવી પડે તેવી સ્થિતિ છે”
ભાજપ પ્રવક્તા અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન પર પ્રતિક્રિયા
કોંગ્રેસે રાજ્ય સરકાર પર સુરક્ષા મામલે પ્રશ્નો ઉઠાવ્યા

 

શું કહ્યું ગગજી સુતરીયાએ?:- 

“જેમ ઈઝરાયેલમાં દરેક નાગરિકને લશ્કરી તાલીમ અપાય છે, તેમ ભારતમાં પણ એ જરૂરિયાત બની ગઈ છે,” એમ ગગજી સુતરીયાએ જણાવ્યું. તેમણે કહ્યું કે “બજારમાં ખરીદી માટે નીકળતી દીકરીની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ.” તેમના મતે, દેશમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવી ઘૂસણખોર પ્રવૃત્તિઓ વચ્ચે નાગરિકોને આત્મસંરક્ષણ માટે તૈયાર રહેવું જરૂરી છે.

 

શ્રદ્ધા રાજપૂત અને હર્ષ સંઘવીની પ્રતિક્રિયા:-

ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે આ નિવેદનને વ્યક્તિગત ગણાવતાં કહ્યું કે, “ગુજરાત એ સુરક્ષિત રાજ્ય છે, જ્યાં મહિલા અડધી રાતે પણ સુરક્ષિત રીતે ચાલી શકે છે. કોંગ્રેસે આ મુદ્દે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ.”

 

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “ગગજી સુતરીયા સામાજિક આગેવાન છે અને મહિલાઓના સશક્તિકરણ માટે સતત કાર્યરત છે. તેમના નિવેદનનો ભાવ એ છે કે દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “100 દિવસમાં ગુજરાતમાં 11 ગુનેગારોને ફાંસીની સજા મળેલી છે, પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને તારીખ પે તારીખની પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે.”

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, Life Save

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, 89 નવી Ambulance મૂકાશે Ambulance ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ ઝડપી અને સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે 108 ઇમરજન્સી Ambulance સેવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ અને અંતરના કારણે હાલમાં 108 Ambulanceને પહોંચવામાં રાજ્યના સરેરાશ સમય કરતાં વધુ સમય લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે આ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ 89 નવી એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે.રાજ્ય સરકારના આયોજનનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વધુ ઝડપી બનાવવાનો છે. નવી એમ્બ્યુલન્સના ઉમેરા બાદ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને આશરે 10 મિનિટ સુધી લાવવાનું આયોજન કરવામાં આવ્યું…

Patan Crime News 2026: ગેરકાયદેસર સારવાર આપતો લાખાભાઈ રબારી જેલભેગો..

Patan સાંતલપુરમાં બોગસ તબીબ ઝડપાયો, ડિગ્રી-લાયસન્સ વગર સારવાર કરતો હોવાનો પોલીસનો દાવો રિપોર્ટઃ અનિલ રામાનુજ, પાટણ Patan જિલ્લાના સાંતલપુર પંથકમાં બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ ચલાવાતી હોવાની માહિતીના આધારે SOG પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને વિવિધ તબીબી સાધનો સહિત કુલ રૂ.24,841નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલો શખ્સ કોઈ માન્ય તબીબી ડિગ્રી કે પ્રેક્ટિસ માટે જરૂરી લાયસન્સ ધરાવતો નહોતો અને તેમ છતાં દર્દીઓની સારવાર કરતો હતો. મળતી માહિતી પ્રમાણે, Patan SOGની ટીમ સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સાંતલપુર બસ સ્ટેન્ડ નજીક આવેલા ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં એક શખ્સ માન્ય તબીબી લાયકાત કે જરૂરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *