ગુજરાતમાં ફરી IAS અધિકારીઓની મોટા પાયે બદલી, 18 અધિકારીઓની મહત્વપૂર્ણ વિભાગોમાં નિમણૂકો

રાજ્યમાં ફરી એકવાર મોટા પાયે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 3 મેના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી જાહેર કરવામાં આવી છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ 59 અધિકારીઓનું સ્થાનાંતરણ થયું હતું અને ત્યારપછી 21 ફેબ્રુઆરીએ બે અધિકારીઓ મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાનું સ્થળાંતર કરાયું હતું. હવે ફરીથી ઉચ્ચ સ્તરે કાર્યરત અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ બદલીઓ:
ડી.ડી. જાડેજા, જે અગાઉ ગીર સોમનાથના કલેક્ટર હતા, હવે તેઓ ગાંધીનગર સ્થિત સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મિશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

એન.વી. ઉપાધ્યાય, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, હવે ગીર સોમનાથના નવા કલેક્ટર બનશે.

નીતિન વી. સાંગવાન, જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી, હવે ગાંધીનગર રોજગાર અને તાલીમ નિયામક તરીકે કાર્યભાર સંભાળશે.

સી.સી. કોટક, મહેસાણાના SPIPAના નાયબ નિયામક, હવે અમદાવાદ SPIPAના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ નિભાવશે.

વી.આઈ. પટેલ, GPSCના સંયુક્ત સચિવ તરીકે કાર્યરત, હવે અધિક શહેરી વિકાસ કમિશનર અને ફાઇનાન્સ બોર્ડ તરીકે શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં સ્થાન લેશે.

 

રાજકીય પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલી બદલી:
પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્ર સામે મનરેગા યોજનામાં થયેલી ફરિયાદમાં પ્રાથમિક ફરિયાદી રહેલા DRDA દાહોદના બીએમ પટેલની પણ બદલી કરવામાં આવી છે, જેને રાજકીય દબાણ સાથે પણ જોડવામાં આવી રહી છે.

1 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્ય સરકારે એક સાથે 59 IAS અધિકારીઓની બદલી કરી હતી અને તેમાં 5 અધિકારીઓને વધારાના ચાર્જ આપ્યા હતા. તે બાદ 21 ફેબ્રુઆરીએ વધુ 2 અધિકારીઓનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું હતું. એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક સહિતના 20 અધિકારીઓને ત્યારે પ્રમોશન પણ મળ્યું હતું.

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

IND vs SL: વરસાદે બગાડી ભારતની તૈયારી! ગિલની ફિટનેસ પર મોટું અપડેટ 2026 Critical Test,

IND vs SL XI: વરસાદે બગાડી ભારતની તૈયારી, શુભમન ગિલની ફિટનેસ પર મોટું અપડેટ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ તૈયારી સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વરસાદના કારણે ઝટકો લાગ્યો છે. ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં હવામાનના કારણે રમત પર અસર પડી છે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની મહત્વપૂર્ણ તક હતી, પરંતુ વરસાદે ટીમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ફિટનેસને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ગિલને વોર્મ-અપ મેચમાં બેટિંગ કરાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી નથી. ટીમ મેનેજમેન્ટ ગિલને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી ટેસ્ટ સિરીઝમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *