“હવે પાકિસ્તાનની ચિઠ્ઠી કાઢશે બાબા બાગેશ્વર!”, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશની લાગણી ફાટી નીકળી છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, અને સરકારના પ્રત્યાઘાત મુદ્દે ચર્ચાઓ વચ્ચે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે.

સેનાને “દિવ્ય શક્તિઓ”થી મદદ કરવાનું સંકેત
સોશિયલ મીડિયામાં હાલ ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે “હવે માત્ર સૈન્ય શક્તિથી નહીં, પણ બાલાજીની દિવ્ય શક્તિથી પણ દેશની રક્ષા થવી જોઈએ.” તેમણે એવો દાવો કર્યો છે કે તેઓ સેનાને ગુપ્ત જાણકારી પ્રદાન કરી શકે છે, જે દેવશક્તિના આધારે તેમને મળતી હોય છે.

શાસ્ત્રીનો વીડિયો: “સેનાને સાથે આપીશું સહયોગ”
વીડિયો પ્રમાણે, શાસ્ત્રી કહે છે કે તેઓ ભણેલા નથી એટલે સેનામાં અધિકારી તરીકે જોડાઈ શકતા નથી, પણ પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા સેનાને મદદ કરી શકે છે. તેમણે કહ્યું કે “અમને ભવિષ્યમાં શું થવાનું છે તે પહેલેથી જાણ કરવાની શક્તિ છે. સેનાએ તેનો ઉપયોગ કરવો જોઈએ.”

રક્ષામંત્રીને સલાહ આપવાનો દાવો
ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીએ એવો પણ દાવો કર્યો છે કે તેઓ રક્ષામંત્રી સાથે પણ વાત કરશે જેથી તેમની શક્તિઓનો રાષ્ટ્રહિતમાં ઉપયોગ કરી શકાય. તેઓ કહે છે કે એવી માહિતી જાહેરમાં જણાવવી યોગ્ય નથી કારણ કે “લોકો અમને જ ઉડાવી દેશે.”

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું ઘોડાપુર
વિડિયો જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો ત્યારથી અનેક મજાકિય ટિપ્પણીઓ પણ જોવા મળી રહી છે. એક યૂઝરે લખ્યું, “લાગે છે બાબાને હવે પાકિસ્તાનના ગુપ્ત પ્લાનની જાણકારી દેવશક્તિથી મળી રહી છે.” બીજાએ લખ્યું, “પુલવામા અને પહલગામ વખતે તો બાબા જમાના પહેલા જન્મમાં હશે.” એક તરફ જ્યાં લોકો તેમના દાવાઓને મજાક તરીકે જોઈ રહ્યાં છે, બીજી તરફ કેટલાક અનુયાયીઓ બાબા બાગેશ્વરના સમર્થનમાં ઊભા રહ્યા છે. અનેક યુઝર્સે કહ્યું કે, “દેશને હવે આધ્યાત્મિક નેતાઓનો સહયોગ પણ લેવો જોઈએ.”

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *