પાટીલના ઉત્તરાધિકારી કોણ? ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું કોકડું ક્યાં ગૂંચવાયું!

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની ચર્ચાઓ અચાનક વેગ પકડે છે અને અચાનક ચર્ચાઓ શાંત થઈ જાય છે. ગઈકાલે છ શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. આ સાથે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. આ દરમિયાન ફરી પાટીલના ઉત્તરાધિકારીના નામની ચર્ચાઓ તેજ થઈ છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ગત લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારથી ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ વાતને પણ એક વર્ષ વીતી ચૂક્યું છે. બીજી તરફ ટીલે ઘણા સમય પહેલા જ આ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી તેમના ઉત્તરાધિકારી વિશે અટકળો ચાલી રહી છે. એક તરફ કેન્દ્રીય નેતૃત્વ હવે પાકિસ્તાન માટે રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. સાથે જ સિંધુ જળ સંધિ અટકાવતાં હવે પાટીલની પણ કેન્દ્રમાં જવાબદારી વધી છે. આ દરમિયાન ગુજરાત ભાજપને મી મહિનાના પ્રથમ પખવાડિયામાં નવા અધ્યક્ષ મળી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

પાટીલના ઉત્તરાધિકારી કોણ ?
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. આ સાથે જ ગત લોકસભાની ચૂંટણી બાદ તેમણે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે તેમના ઉત્તરાધિકારીની ચર્ચાઓ તેજ થઈ છે. પરંતુ આ પહેલી વખત નથી કે ઉત્તરાધિકારીની ચર્ચાઑએ વેગ પકડ્યો હોય. અનેક નામોની પણ ચર્ચાઓ થઈ ચૂકી છે. ક્યારેક ક્ષત્રિય નેતાના નામની ચર્ચાઓ તો ક્યારેક OBC ચહેરાની ચર્ચાઑ પણ ચાલી છે. પરંતુ ભાજપ પ્રદેશ ભાજપના ચહેરામાં પણ સરપ્રાઈઝ આપે તો નવાઈ નથી. લોકો નામોની ફક્ત અટકળો જ લાગાવી શકે છે. નિર્ણય તો દિલ્હીથી જ લેવાય તેવી લોકમુખે ચર્ચાઓ છે.

કોકડું ક્યાં ગૂંચવાયું
ગત લોકસભાની ચૂંટણી બાદ તુરંત ચર્ચાઓ ચાલી હતી નવા અધ્યક્ષ માટે પરંતુ ત્યાર બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે અટવાયું તેમ કહેવાય રહ્યું હતું. ત્યાર બાદ કમુરતા બાદની ચર્ચા હતી. હવે વિસાવદર અને કડી બેઠકની ચૂંટણી નવા અધ્યક્ષની રણનીતિ હેઠળ યોજાઇ શકે છે. જોકે આ ફક્ત ચર્ચાઓ જ છે. કારણકે ભાજપના નિર્ણય હમેશા સરપ્રાઈઝ આપતા જ રહ્યા છે. કારણકે સંઘ અને સંગઠન જ બધા સમીકરણો તૈયાર કરી અને નામ નક્કી કરે છે. એક તરફ ભાજપમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યો છે. બીજી તરફ લેટરકાંડ, આયાતી નેતાઓનો વિરોધ સહિતના અનેક પડકારો આવનાર અધ્યક્ષ માટે રહેશે.

ચર્ચાઑ એવી પણ છે કે, અમિત શાહ પોતાના જૂથના વ્યક્તિને પ્રમુખ પદ અપાવવા સક્રિય થયાં છે. તો બીજી આનંદીબેન પટેલ પણ ગુજરાત તરફ પોતાનું ફોકસ વધારી રહ્યા છે. આ સાથે જ પાટીલ ભલે કેન્દ્રમાં મંત્રી હોય પણ પોતાનો દબદબો જાળવી રાખવા રસ લઈ રહ્યા છે. આ સાથે જ હવે દક્ષિણ ગુજરાતના સ્થાને સૌરાષ્ટ્રમાંથી ફરી કોઈ નેતાને કમાન સોંપાઈ તો પણ નવાઈ નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં ચૂંટણીનો ગણગણાટ! પક્ષોની રણનીતિ તેજ, કોણ મારશે બાજી?

ગુજરાતનું રાજકીય રણમેદાન ગરમાયું: આગામી ચૂંટણી માટે પક્ષોની કવાયત તેજ, રણનીતિ અને નવા સમીકરણો પર નજર! ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હજુ દૂર હોવા છતાં રાજકીય પક્ષોએ અત્યારથી જ કમર કસી લીધી છે. તમામ નાના-મોટા પક્ષો સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા અને મતદારો સુધી પહોંચવા માટે આક્રમક રણનીતિ અપનાવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં અત્યારે એક તરફ જૂની પેઢીનો અનુભવ તો બીજી તરફ નવા ચહેરાઓના ઉત્સાહનો સંગમ જોવા મળી રહ્યો છે. પક્ષોની બદલાતી રણનીતિ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષોએ પોતાની કાર્યશૈલીમાં મોટો બદલાવ કર્યો છે: માઈક્રો-મેનેજમેન્ટ: દરેક બેઠક દીઠ અલગ રણનીતિ બનાવવા માટે ‘વોર રૂમ’ સક્રિય કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર-ઘર સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકસંપર્ક અભિયાન: નેતાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જનસભા, સંવાદ અને પદયાત્રાઓનું…

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે માત્ર વાતાવરણમાં જ ઠંડક નથી પ્રસરાવી, પરંતુ ખેડૂતોની વર્ષભરની આશાને પણ જીવંત કરી દીધી છે. વરસાદનું આગમન અને ખેડૂતોની આશા ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલો આ વરસાદ ખેતીના વિવિધ પાકો માટે ખૂબ જ અનુકૂળ ગણાય છે. ખાસ કરીને ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે આ ‘સોના જેવો વરસાદ’ છે. પાકને જીવનદાન: જે ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી, તેમના માટે આ વરસાદ પાકને નવું જીવન આપનારો સાબિત થયો છે. હવે પાકના ઝડપી વિકાસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *