બોટાદ: IPOની આડમાં 2.54 લાખની છેતરપિંડી, 2 ભેજાબાજો ઝડપાયા

તાજેતરમાં બોટાદ જિલ્લાના એક યુવક સાથે IPOમાં રોકાણના લોભમાં બોગસ એપ્લિકેશન મારફતે ₹2.54 લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે હરિયાણાના બે આરોપીઓને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.

બોગસ એપ ‘Ad-bir capable’ મારફતે છેતરપિંડી
આ બનાવમાં મળતી માહિતી પ્રમાણે, “Ad-bir capable” નામની એપ્લિકેશન દ્વારા બે યુવકો અનિલ જય કિશન રંગા (25) અને ઘનશ્યામ સુમન બહાદુર વર્મા (21)એ બોટાદના એક યુવકને IPOમાં રોકાણ કરવા માટે ઉશ્કેર્યા હતા. યુવકે અને તેના મિત્રે મળીને કુલ ₹1.35 લાખનું રોકાણ કર્યું હતું. આરોપીઓએ બાદમાં નકલી પ્રોફિટ બતાવી ફરિયાદીને ₹10,00,893 મળ્યા છે એવું જણાવ્યું અને વધુ પૈસા ટ્રાન્સફર કરાવ્યા. આખરે આરોપીઓએ કુલ ₹2,54,922ની છેતરપિંડી કરી હતી.

પોલીસે ઝડપ્યા આરોપીઓ
ફરિયાદ મળ્યા બાદ બોટાદ પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સના આધારે હરિયાણાથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ આરોપીઓ સામે IPC ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જાગૃત રહો, સુરક્ષિત રહો
પોલીસ અને સાયબર સેલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અપરિચિત એપ્લિકેશન અથવા લિંક્સ પર ક્લિક કર્યા વગર અને સંપૂર્ણ વિગતો જાણી વિના કોઈ પણ પ્રકારનું ઓનલાઈન રોકાણ ન કરે.

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *