Amreli: દામનગર પાલિકા ઉપપ્રમુખના પતિને જિલ્લા ભાજપ અધ્યક્ષે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, જાણો શું છે કારણ

દામનગર નગર પાલિકાની મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન દલોલીયાના પતિ અતુલ દલોલીયા વિવાદાસ્પદ વર્તનના કારણે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ અંગે પગલું ભરતાં તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

અતુલ દલોલીયા પર આરોપ છે કે તેમણે દામનગરમાં કેટલાક નિર્દોષ લોકોને માર મારી ભયનો માહોલ ઊભો કર્યો હતો. ઘટના બાદ તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થતાં તેઓ હાલમાં ફરાર છે.

અગાઉ પણ આવી ચૂક્યા છે વિવાદમાં
દામનગર નગર પાલિકાના ઉપપ્રમુખના પતિ અતુલ દલોલીયા પહેલાથીજ વિવાદોમાં રહ્યા છે. દારૂના સેવન સાથેના વીડિયો વાયરલ થયા હતા તેમજ પોલીસ મથક બહાર રોફ છાંટતા વાયરલ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. વારંવાર થતા આવા કૃત્યોને પગલે હવે ભાજપે ગંભીર પગલું લીધું છે.દામનગર પાલિકા ઉપપ્રમુખ ભાવનાબેન દલોલીયાના પતિ અતુલ દલોલીયાને 6 વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ સસ્પેન્ડ કર્યા છે. આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલને પત્રમાં જણાવ્યું કે સમાજમાં ભય અને અરાજકતા સાથે પાર્ટીની છબી ખરડાવવાની બાબતે અતુલ દલોલીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(વિથ ઈનપુટ: નૌશાદ કાદરી, અમરેલી)

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *