વડોદરા પાલિકાના કર્મચારીઓ સેન્ટ્રલ સ્ટોરમાં રમતા હતા જુગાર ! વાયરલ વીડીયોથી ઉઠ્યા અનેક સવાલો

એક તરફ જુગાર સામે પોલીસ લાલ આંખ કરી રહી છે . બીજી તરફ વડોદરામાં પાલિકાના કર્મચારીઓ જ સેન્ટ્રલ સ્ટોરમાં જુગાર રમતા કેમેરામાં કેદ થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વડોદરા પાલિકાના મુજમહુડ સ્થિત સેન્ટ્રલ સ્ટોરમાં જુગારનો ખેલ ખેલાતો હોવાનો વીડીયો વાયરલ થયો છે. જોકે, વાઇરલ વીડિયોની B India news પુષ્ટિ નથી કરતું.

શહેરી વિકાસ માટે રચાયેલ મશીનરી હવે જુગાર માટે વપરાઈ રહી છે એ પ્રકારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલિકા મજૂમહુડ સ્થિત સેન્ટ્રલ સ્ટોરમાં ફરજ પર હાજર કેટલાક કર્મચારીઓ જુગાર રમતા કેમેરામાં કેદ થયા હોવાના દાવા સાથે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કેમેરો સામે આવતા જ બગડ્યો ખેલ
કર્મચારીઓ ફરજને નેવે મૂકી જુગાર રમવામાં મશગુલ જોવા મળ્યા હતા. જેમ જ કેમેરો કાર્યરત થયો, તેમ કર્મચારીઓએ પોતાના ચલાવેલા ‘ખેલ’ બંધ કરી દીધો. જો કે, તે પહેલાંના દ્રશ્યો વીડિયો રૂપે સામે આવી ગયા છે.

અહેવાલ – વિજય ઠાકોર, વડોદરા

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અમદાવાદના સાણંદ GIDCમાં ભીષણ આગ, કંપનીમાં મોટું નુકસાન

અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ GIDC વિસ્તારમાં રવિવાર (3 મે)ના રોજ ભીષણ આગની ઘટના સામે આવી છે. Ahmedabad નજીક આવેલા આ ઉદ્યોગ વિસ્તારની વન્ડર ગેટ પાસે સ્થિત IPD નામની ખાનગી કંપનીમાં…

ગુજરાતમાં આકરી ગરમી યથાવત્, India Meteorological Department દ્વારા યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આગામી દિવસોમાં રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *