રાજકોટ: ઈન્દિરા સર્કલ નજીક ભયાનક અકસ્માત, સિટી બસે કાળ બની 3ના લીધા ભોગ; લોકોમાં ભારે રોષ

રાજકોટમાં સીટી બસ બેફામ બની છે. અનેક વખત બેફામ ડ્રાઈવિંગના કારણે વિવાદમાં આવી ચુકી છે. ત્યારે આજે રાજકોટમાં કાળ બની સીટી બસે ૩ લોકોના ભોગ લીધા છે. શહેરના વ્યસ્ત ઈન્દિરા સર્કલ વિસ્તારમાં  એક સિટી બસે ભયાનક અકસ્માત સર્જતા ત્રણ નાગરિકોના કરૂણ મોત નીપજ્યાં છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

રોષે ભરાયેલા ટોળાએ બસમાં  તોડફોડ કરી હતી. તો બીજી તરફ ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. એક તરફ લોકોનો સીટી બસ તરફ રોષ હતો. ત્યારે બીજી તરફ  પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

લોકોના ભારે રોષ બાદ સીટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી  છે. મૃતકના પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમાં ડ્રાઇવરની સ્પષ્ટ બેદરકારી જોવા મળે છે.   સિગ્નલ ખુલતાની સાથે  જ ઓવર સ્પીડમાં બસ કાળ બની  6 લોકો બસની નીચે કચડયા હતા જેમાં ત્રણ લોકોના ઘટના સ્નેથળે જ મોત થયા હતા અને ત્રણ લોકોને ઈજા પહોચી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ahmedabad: કૃષ્ણનગરમાં 24 લાખના હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો, SOGની કાર્યવાહીથી ચકચાર…

કૃષ્ણનગર વિસ્તારમાં મકાનમાંથી અંદાજે રૂ.24 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. Ahmedabad સ્ટેટ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (SOG)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક યુવકને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. સમગ્ર કાર્યવાહી બાદ કથિત ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં સપ્લાયર તરીકે બન્ની ભાટિયાનું નામ સામે આવ્યું છે અને તે હાલ ફરાર હોવાનું જણાવાયું છે. બાતમીના આધારે SOGની કાર્યવાહી મળતી માહિતી મુજબ, Ahmedabad પોલીસને કૃષ્ણનગર વિસ્તારમાં એક મકાનમાં પ્રતિબંધિત નશીલા પદાર્થનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમે મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા…

Arunachal Pradesh: અરુણાચલમાં ભારે વરસાદનો કહેર: અચાનક પૂર અને ભૂસ્ખલનથી 5 સૈન્ય જવાન ગુમ, 4 મજૂરોના મોત

Arunachal Pradesh અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે અચાનક પૂર અને ભૂસ્ખલનની બે અલગ-અલગ ઘટનાઓએ ચિંતા વધારી છે. શુક્રવાર સાંજે બનેલી આ કુદરતી આફતમાં દિબાંગ વેલી વિસ્તારમાં પાંચ સૈન્ય જવાનો ગુમ થયા છે, જ્યારે અપર સુબનસિરી જિલ્લામાં માર્ગ નિર્માણ સ્થળે થયેલા મોટા ભૂસ્ખલનમાં ચાર મજૂરોના મોત થયાની માહિતી સામે આવી છે. બંને સ્થળોએ બચાવ અને શોધખોળ કામગીરી સતત ચાલી રહી છે. દિબાંગ વેલીમાં અચાનક પૂરથી સૈન્ય કેમ્પને અસર Arunachal Pradesh અરુણાચલ પ્રદેશના દિબાંગ વેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ અચાનક પૂર આવ્યું હતું. પૂરનું પાણી એટલી ઝડપથી વધ્યું કે પાસુ પાની આર્મી કેમ્પ વિસ્તારમાં 5મા ગ્રેનેડિયર્સના બે શેલ્ટર તેની અસર હેઠળ આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં કુલ સાત સૈન્ય કર્મચારીઓ પૂરથી પ્રભાવિત થયા હતા. તેમાંથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *