35,000 km ની સાયકલ યાત્રાએ નીકળેલ અવિનાશનું સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજે કર્યું વિશેષ સન્માન

સનાતન ધર્મના જ્વલંત પ્રણેતા બની એક સાહસિક યાત્રાળુ, બિહારના પુનિયા જિલ્લાના અવિનાશ જાએ 35,000 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા શરૂ કરી છે. આ યાત્રાનો ઉદ્દેશ માત્ર યાત્રા નથી, પણ તે છે આસ્થા, સંસ્કાર અને ભારતીય પરંપરાની દીક્ષા જગાવવાનો છે. તે સાયકલ પર સુરેન્દ્રનગર આવી પહોંચતા બ્રહ્મ સમાજની વાડી ખાતે તેમનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો.

અવિનાશજાએ બાર જ્યોતિર્લિંગ, ચારધામ અને 44 શક્તિપીઠની પવિત્ર યાત્રા માટે સાયકલ પર પંથ શરૂ કર્યો છે. અત્યાર સુધી તેઓ 11,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચૂકી છે અને હાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના બ્રહ્મ સમાજની વાડીમાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર પહોંચતા અવિનાશજાનું બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત સનાતન સમાજ દ્વારા આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું.

અવિનાશજાની યાત્રા આગળ પણ યથાવત્ ચાલુ રહેશે અને ભવિષ્યમાં તેઓ અન્ય પવિત્ર સ્થાનોની મુલાકાત લેતા દેશભરના લાખો લોકો સુધી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંદેશ લઇ જશે.

રિપોર્ટર-અવધેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Chandra Grahan: આજે રાત્રે આકાશમાં દેખાશે ‘લગભગ બ્લડ મૂન’? જાણો ચંદ્રગ્રહણનો સમય અને દૃશ્યતા….

અમદાવાદ : ખગોળપ્રેમીઓ માટે ઓગસ્ટ 2026નો અંત એક ખાસ આકાશીય ઘટનાની સાથે થઈ રહ્યો છે. 27 અને 28 ઓગસ્ટની રાત્રે ઊંડું આંશિક Chandra Grahan  થવાનું છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો લગભગ 96 ટકા ભાગ પૃથ્વીની ઘન છાયામાં પ્રવેશશે. જેના કારણે ચંદ્રનો મોટો ભાગ ઘેરો લાલ અથવા તાંબાના રંગ જેવો દેખાઈ શકે છે. આ કારણે તેને ‘લગભગ બ્લડ મૂન’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. જોકે, ભારત સહિત કેટલાક વિસ્તારો માટે એક મહત્વની વાત છે. આ ચંદ્રગ્રહણ ભારતમાંથી સીધું જોવા મળશે નહીં, કારણ કે ગ્રહણની મુખ્ય અવસ્થા દરમિયાન ભારતમાં દિવસનો સમય હશે અને ચંદ્ર ક્ષિતિજની નીચે રહેશે. એટલે ગુજરાત, અમદાવાદ સહિત ભારતના મોટા ભાગના વિસ્તારોમાં લોકો આ અદભૂત નજારો ખુલ્લી આંખે જોઈ શકશે નહીં. Chandra Grahanમાં ચંદ્ર લાલ…

Nepalમાં પૂર બાદ 285 ભારતીયો ગુમ, 54 લોકોને બચાવી લેવામાં આવ્યા, કેન્દ્રનો દાવો

Nepalમાં વિનાશક પૂર અને અચાનક આવેલા ફ્લેશ ફ્લડ બાદ ભારતીય નાગરિકોને લઈને ચિંતા વધી છે. વિદેશ મંત્રાલયના તાજા અપડેટ મુજબ 285 ભારતીય નાગરિકો હજુ સંપર્કમાં નથી, જ્યારે અત્યાર સુધીમાં 54 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ જતાં બચાવ કામગીરીમાં પડકારો ઊભા થયા છે. નેપાળ પૂર બાદ 285 ભારતીયો સંપર્કવિહોણા Nepalના રાસુવા જિલ્લામાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. આ કુદરતી આફતની અસર ભારતીય નાગરિકો પર પણ પડી છે. ભારતના વિદેશ મંત્રાલયે 27 ઓગસ્ટ 2026ના તાજા અપડેટમાં જણાવ્યું છે કે 285 ભારતીય નાગરિકો હાલ સંપર્કમાં નથી, જ્યારે 54 ભારતીયોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા નેપાળના સત્તાધિકારીઓ સાથે સતત સંપર્ક કરીને અસરગ્રસ્ત ભારતીયોને શોધવાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *