સુરતની લાજપોર જેલમાં મધ્યસ્થ જેલના વિદ્યાર્થીઓનું આવ્યું 100 % રીઝલ્ટ, જાણો કેવી છે શિક્ષણ વ્યવસ્થા

રાજ્યના બંદીવાન કેદીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય જેલોમાં થઈ રહ્યું છે. જેલમાં પાકા કામના કેદીઓ જે ભણવાની જિજીવિષા ધરાવતા હોય તેવા કેદીઓ માટે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મહાત્મા ગાંધી વિધાલય બનાવવામાં આવી છે. જેમાં અશિક્ષિત કુલ 267 બંદીવાનોને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા છે, સાથોસાથ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ 16 બંદીવાનોનું કાઉન્સેલીંગ કરી બંદીવાન દ્વારા શિક્ષા આપી તેમણે સાક્ષર કરવામાં આવ્યા છે.

મહાત્મા ગાંધી વિદ્યાલયમાં પાકા પાયાના કેદીઓને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ – 2024 માં એલ એન્ડ ટી કંપનીના સહયોગથી રૂ.18 લાખના ખર્ચે “ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ” તૈયાર કરવામાં આવ્યા. ડિજિટલ સ્માર્ટ ક્લાસનું અનાવરણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ જેલ ખાતે વર્ષ – 2024-25 માં ધો-10 ના 16 , ધો- 12 ના 9 અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટીફીકેટ કોર્ષમાં 32 કેદીઓઓ મળીને કુલ 57 બંદીવાનોએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ જેલની શાળામાં વર્ષ 2022-23 અને વર્ષ 2023-24 માં ધો 10 માં અને ધો 12માં પરીક્ષાનું પરિણામ 100% આવ્યું હતું.

રાજ્યના ખેડૂતો મળશે મોટી રાહત, સિંચાઈના પાણી મામલે સરકારે લીધો આ મોટો નિર્ણય

લાજપોર જેલમાં અધતન લાઇબ્રેરી
આ વિદ્યાલયમાં બંદીવાન ભાઇ-બહેનોના સર્વાગી વિકાસમાં તેમજ માનસ ઘડતરમાં મદદરૂપ થાય તેવા ઉમદા હેતુથી પુરૂષ અને મહિલા વિભાગ માટે અલગ-અલગ લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લાઇબ્રેરી વિભાગમાં કેદીઓને બુક્સ ઇસ્યુ કરવા માટે એક સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં બંદિવાન કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે, તે અંગેનું રેકર્ડ રાખવામાં આવે છે. વિદ્યાલયની લાઇબ્રેરીમાં કુલ 18 હજારથી વધુ પુસ્તકો તેમજ કુલ 864 મેગઝીન ઉપલબ્ધ છે. આ શાળામાં અભણ- નિરક્ષર અને વૃધ્ધ કે જેઓ વાંચી નથી શકતા તેવાં બંદિવાનો માટે જેલ ખાતે ઓડીયો લાઇબ્રેરી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં કુલ-2062 જેટલાં બંદીવાનોએ ઓડીયો લાઇબ્રેરી સિસ્ટમનો લાભ લીધો છે. દર મહિને આશરે 2200 થી 2500 પુસ્તકોનું સરેરાશ વાંચન બંદીવાનો દ્વારા કરવામાં આવે છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    Air India Emergency Landing Jaipur Airport Security Protocols 2026: એર ઇન્ડિયા ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ..જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ..

    Air India Flight Hijack Alert: જર્મનીથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું Jaipurમાં ઇમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ ATCને મળ્યો હાઇજેકનો સંકેત Air India Emergency Landing Jaipur: જર્મનીના ફ્રેન્કફર્ટથી દેશની રાજધાની દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં હાઇજેક એલર્ટ મળતાં ઉડ્ડયન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. 14 ઑક્ટોબર 2026ના રોજ ફ્લાઇટ AI-2030ને સુરક્ષા કારણોસર Jaipur ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનના સંદર્ભમાં અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને હાઇજેક સાથે સંકળાયેલો સંકેત મળ્યો હતો. આ પછી સુરક્ષા પ્રોટોકોલ હેઠળ વિમાનનું જયપુરમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાન તથા સામાનની તપાસ શરૂ કરવામાં આવી હતી. -> ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં શું બન્યું? :-…

    Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

    Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *