તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે કરશે ગઠબંધન? અમિત શાહની મુલાકાત પહેલા અટકળો તેજ

ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIADMK વચ્ચે નવા ગઠબંધનની અટકળો જોર પકડી રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિનાના અંતમાં તમિલનાડુની મુલાકાત લેશે. અમિત શાહની આ મુલાકાત આગામી બિહાર ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં 2026ની ચૂંટણી પહેલાની રણનીતિ તરીકે આયોજન કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે ગૃહમંત્રી AIADMK ના વરિષ્ઠ નેતાઓને મળી શકે છે.

માર્ચમાં, AIADMK નેતા એડાપ્પડી કે પલાનીસ્વામી દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા, જેનાથી એવી અટકળોને વેગ મળ્યો હતો કે બે જૂના સાથી પક્ષો ફરી એકવાર વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધન બનાવી શકે છે અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સામે મજબૂત મોરચો બનાવી શકે છે. “તેઓ RSSના વિચારધારક એસ ગુરુમૂર્તિ અને કેટલાક પક્ષના કાર્યકરોને પણ મળ્યા હતા, પરંતુ AIADMK નેતાઓ સાથે કોઈ વાતચીત થઈ રહી છે કે કેમ તે અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી તેમ એક સૂત્રએ જણાવ્યું હતું.

કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ
કેટલાક રાજ્ય નેતાઓએ કેન્દ્રીય નેતૃત્વ પર AIADMK સાથે ફરીથી ગઠબંધન કરવા દબાણ કર્યું છે. જેનાથી પાર્ટીને રાજ્યમાં પોતાનો દબદબો વધારવાની અને DMK વિરોધી ભાવનાનો લાભ લેવાની તક મળશે. પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, “ગઠબંધનની શક્યતા અંગે બંને પક્ષોના નેતાઓ વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ છે. અમને આશા છે કે રાજ્યમાં સંગઠનાત્મક ફેરબદલ પછી આ સંદર્ભમાં ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.”

નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી પર નજર
પ્રદેશ પ્રમુખ પદ પરથી કે. અન્નામલાઈના રાજીનામા પછી, બધાની નજર પાર્ટી તેમના અનુગામી તરીકે કોને પસંદ કરશે તેના પર છે. કારણ કે ગઠબંધન રાજ્યના નેતાઓ એકબીજા સાથે કેવી રીતે સંકલન કરે છે તેના પર નિર્ભર રહેશે. અન્નામલાઈ અને AIADMK વચ્ચેનો વિરોધાભાસી વલણ ગઠબંધન તૂટવાનું મુખ્ય કારણ હતું. નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

આ પણ વાંચો: મોદી સરકારે બિહારને આપી મોટી ભેટ, કુદરતી આફતોથી રાહત માટે મંજૂર કર્યા રૂ. 588 કરોડ

2023માં તૂટયું હતું ગઠબંધન
ભાજપ અને AIADMKના ઘણા નેતાઓ માને છે કે બંને પક્ષોનું ગઠબંધન રાજ્યમાં DMKને સત્તા પરથી દૂર કરવામાં વધુ સફળ થઈ શકે છે. અન્નામલાઈ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને બંને ગઠબંધન ભાગીદારો વચ્ચે મતભેદો ઉભા થયા બાદ AIADMK એ 2023 માં NDA માંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી .

Follow us On Social MediaYouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *