BJPના જ નેતાએ બુલડોઝર એક્શન પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું

દેશભરમાં ગુનેગારો સામે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવી છે. રાજ્યના કોઈ પણ ગુનેગાર સામે હવે બુલડોઝર એક્શન ખૂબ ચર્ચામાં આવ્યું છે. આ દરમિયાન હવે બુલડોઝર જસ્ટિસ સામે અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબારે ટ્વિટ કરી કહ્યું કે, બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ !

ટ્વિટ કરતાં ડૉ. કાનાબારે વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને કહ્યું કે, અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવી તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ !! ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમથું પાણી ચુવે તો જેમની ઊંઘ હરામ થઇ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી શકીએ છીએ.

ડૉ. કાનાબારે વધુમાં કહ્યું કે, પરપીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ. પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય ? મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઉભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમાનુસાર પુરી પ્રોસિજર કરવી ના જોઈએ ?

કાનાબાર ઘણીવાર સરકારને બતાવી ચૂક્યા છે અરિસો
આ કોઈ પહેલી ઘટના નથી કે ડૉ. કાનાબારે જરૂરી મુદ્દો ઉઠાવ્યો હોય. BJP નેતા ડૉ. ભરત કાનાબાર પોતાના ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને વડાપ્રધાન સુધી પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે. આ સાથે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બૂકમાં પણ નામ ધરાવે છે.

Follow us On Social MediaYouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

PMJVK નીરજા ગુપ્તાનું રાજીનામું અને 14 કરોડ પરત: રજિસ્ટ્રારની માગ સાથે ૨૪મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન Big Revolt

નીરજા ગુપ્તાનું PMJVKના PI પદેથી રાજીનામું, ₹14 કરોડથી વધુ પરત; રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે 24મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ વધુ તેજ કરવામાં આવ્યો છે. સંગઠને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી છે અને 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. -> PMJVK…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *