Jio, Airtel અને Viના યુઝર્સ માટે શરૂ થઈ આ ખાસ સર્વિસ, TRAIના નિર્દેશની જોવા મળી અસર

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા જો આ ત્રણમાંથી કોઈ પણ કંપનીના સીમકાર્ડનો ઉપયોગ તમે કરી રહ્યા છો તો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. Jio, Airtel અને VI એ તેમના કરોડો યુઝર્સ માટે એક નવી સેવા શરૂ કરી છે. ટેલિકોમ કંપનીઓએ તેમની સંબંધિત વેબસાઇટ્સ પર તેમના નેટવર્ક કવરેજ નકશા અપલોડ કર્યા છે.

થોડા સમય પહેલા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ કંપનીઓને વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ બતાવવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રાઈના આ નિર્દેશ પાછળનો હેતુ મોબાઈલ યુઝર્સ ને કંપનીની વાયરલેસ અને બ્રોડબેન્ડ સેવાઓ ક્યાં ઉપલબ્ધ છે તે જાણવાનો હતો. જેને લઈ હવે ત્રણ કંપનીઑએ આ નકશા અપલોડ કર્યા છે.

ટેલિકોમ ટોકના એક અહેવાલ મુજબ, ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને નિર્દેશો જારી કરતી વખતે કહ્યું હતું કે સેવાની ગુણવત્તાના દૃષ્ટિકોણથી મોબાઇલ નેટવર્ક કવરેજની માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેટવર્ક કવરેજ મેપ્સ ફીચરની મદદથી, યુઝર્સ સેવા લેતી વખતે વધુ સારો નિર્ણય લઈ શકશે. ટ્રાઈના આ નિર્દેશને અનુસરીને, નેટવર્ક કવરેજ મેપ્સ હવે Jio, Airtel અને VI દ્વારા લાઈવ કરવામાં આવ્યા છે.

યુઝર્સને થશે આ ફાયદો
Jio, Airtel અને VIનો નેટવર્ક કવરેજ નકશો હવે વેબસાઇટના ફૂટરમાં જોવા મળશે . હવે તમે તમારા સર્વિસ ઓપરેટરની નેટવર્ક સેવાને વિવિધ સ્થળોએ સરળતાથી ચકાસી શકો છો. જો તમે નવું સિમ ખરીદવા જઈ રહ્યા છો, તો હવે તમે અગાઉથી તપાસ કરી શકો છો કે તમારા વિસ્તારમાં કઈ કંપનીના નેટવર્કમાં વધુ સારી કનેક્ટિવિટી છે.

આ રીતે ચેક કરો કવરેજ
એરટેલ તેના ગ્રાહકોને નેટવર્ક કવરેજ મેપ પર 2G, 4G અને 5G કનેક્ટિવિટી ચેક કરવાનો ઓપ્શન મળી ગયો છે. જો તમે એરટેલ કંપનીનું સીમ કાર્ડ વાપરી રહ્યા છો તો તમારે airtel.in/wirelesscoverage/ ની પર ચેક કરી શકો છો. Jio માટે 4G+5G, 5G, અથવા 4G નેટવર્ક ચેક કરવાનો વિકલ્પ આપી રહી છે. જિયો યુઝર્સ એ jio.com/selfcare/coverage-map/ પર મેપ ચેક કરી શકો છો. જ્યારે VI યુઝર્સ myvi.in/vicoverage વેબસાઇટની મુલાકાત લઈને નેટવર્ક કવરેજ ચેક કરી શકો છો.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Eco-Friendly Ganesh Utsav 2026 : ગણેશ મૂર્તિકારો માટે આશીર્વાદરૂપ યોજના.. Eco Triumph..

માટી મૂર્તિ મેળો-2026: 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ, રૂ. 5 કરોડની આવક અમદાવાદ, વડોદરા અને સુરતમાં 7 દિવસીય મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણમિત્ર Ganesh મૂર્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા 8થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-2026’ સફળ રહ્યો છે. સાત દિવસ સુધી ચાલેલા આ મેળામાં રાજ્યના 361 નોંધાયેલા માટી મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ થયું હતું. આ વેચાણથી કારીગરોને અંદાજે રૂ. 5 કરોડની આવક થઈ હોવાનું જણાવાયું છે. મેળામાં પર્યાવરણપ્રેમીEco-Friendly Ganesh Utsav 2026: Ganeshભક્તોએ મોટી સંખ્યામાં માટીની મૂર્તિઓ ખરીદી હતી. -> 361…

Junagadh માં મેઘરાજાની મહેર: ગિરનાર પર ધોધમાર વરસાદ, 2 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ Girnar Magic

Junagadhમાં મેઘરાજાની મહેર: ગિરનાર પંથકમાં ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ Junagadh : લાંબા વિરામ બાદ Junagadhશહેર અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને ગિરનાર પંથકમાં વરસાદે જોર પકડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. Junagadh બપોર બાદ શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે, જૂનાગઢમાં બપોર બાદ થોડા જ સમયમાં વરસાદે ભારે સ્વરૂપ ધારણ કર્યું હતું. આશરે બે કલાકના સમયગાળામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે. બીજી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *