Amreli : અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા, કાપા મારવાનું કારણ અકબંધ

અમરેલીના મુંજિયાસર જેવી ઘટના બનાસકાંઠાના ડીસામાં બની હતી. જેમાં સાત થી આઠ બાળકોએ બ્લેડ વડે હાથ પર કાપા માર્યા છે,જેના કારણે બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે કેમ કાપા માર્યા તેનું કારણ સામે આવ્યું નથી. જો કે, મોબાઇલ ગેમ્સના પ્રભાવથી કાપા માર્યાની આશંકા શાળાના સંચાલકો સેવી રહ્યાં છે,તો શાળાના શિક્ષકોએ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે. હાથ પર બ્લેડ મારતા બાળકોનું શાળામાં કાઉન્સેલિંગ કરાયું હતુ,તો બાળ સુરક્ષા અધિકારીની હાજરીમાં બાળકોનું કાઉન્સેલિંગ કરાયું છે.ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ હાથધરી છે અને શાળા પાસે રીપોર્ટ પણ માંગ્યો છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર

અમરેલીમાં પણ બની હતી આવી ઘટના :- અમરેલીના મોટામુંજિયાસરની શાળામાં 40 વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા હોવાની વાત સામે આવી હતી. ઈજાગ્રસ્ત વિધાર્થીઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડયા હતા. શાળાના શિક્ષકો સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર મામલે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યું હતુ તેમનું કહેવું છે કે,બાળકો સામ સામે ચેલેન્જ આપી હતી,જાતે જ એકબીજાને ચેલેન્જ આપી હતી,આપણા બધા માટે આ ગંભીર બાબત છે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો, 10 વર્ષથી ફાયર-એનઓસી નથી લીધી

ગેમ્સના પ્રભાવથી કાપા માર્યાની આશંકા :- ડેન્જરસ ગેમના રવાડે બાળકો ચઢ્યા હતા. બાળકોના માનસ પર એવી અસર થઇ છે.હારી જાય તો બ્લેડ મારી દેવાની તેવી ગેમ હતી,ઘટનાને એક કેસ સ્ટડી તરીકે લેવાશે,વિડિયો ગેમ પર શું કરવું તે વિચાર કરીએ છીએ,આ પ્રકારની ઘટના રોકવા ગહન ચિંતનની જરૂર છે અને અમારી સરકાર આ અંગે પગલાં લેશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *