રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર, તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો

રાજ્યમાં કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઊંચકાયું છે. જ્યારે આગામી એપ્રિલ મહિનાના આરંભમાં આકરી ગરમીને લઈને હવામાન વિભાગે ચેતવણી આપી છે. ઉલ્લેખનિય છે કે, માર્ચ મહિનાના મધ્યમાં હવામાનમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતુ ફરી રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. માર્ચ મહિનાના અંત સાથે જ ભૂક્કા બોલાવશે તેવી કાળઝાળ ગરમી જોવા મળશે.

–> એપ્રિલમાં અંગ દઝાવતી ગરમીનો અહેસાસ થશે:- ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી એપ્રિલ મહિનાથી મે સુધીમાં આકરી ગરમી જોવા મળશે. એપ્રિલ મહિનાના આરંભ ગરમીનું તીવ્ર મોજું જોવા મળી શકે છે. સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને પંચમહાલ વિસ્તારમાં કાળઝાળ ગરમીની સંભાવનાને કારણે લોકોને ચેતવણી આપી છે. કચ્છમાં હાલમાં જોરદાર પવન જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રીની આરપાર જોવા મળી શકે છે.

–>ક્યાં કેટલું તાપમાન?:- રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 41.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું નલિયામાં 37.6 તાપમાન નોંધાયું. રાજકોટ 41.0, સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગર 40.0 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. જ્યારે ભુજ 40.2, વડોદરા 40.2, અમરેલી 40.4 અને કેશોદ 40.5ની આસપાસ તાપમાન નોંધાયું. આ ઉપરાંત અન્ય સ્થાનો પર ડીસા, કંડલા, સુરત અને નલિયામાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું. સુરતમાં 37.0, ડીસા 39.3, કંડલા 39.9 ડિગ્રી,ભાવનગર 38.8, મહુવા 38.0 અને સૌથી ઓછું નલિયામાં 37.6 તાપમાન નોંધાયું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

6 ઓક્ટોબર 2026, મંગળવારનું વિગતવાર Horoscope

♈ મેષ રાશિ Horoscope આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને નવી તક લઈને આવી શકે છે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. વેપારમાં નવા ગ્રાહકો અથવા નવી ડીલની શક્યતા છે. પૈસાની બાબતમાં દિવસ સારો રહેશે, પરંતુ ઉતાવળમાં રોકાણ કરવાનું ટાળો. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે.Horoscopeકરિયર: નવી જવાબદારી મળશે.ધન: આવક વધારવાની તક.પરિવાર: સહયોગ મળશે.લકી નંબર: 9 | લકી કલર: લાલ ♉ વૃષભ રાશિ તમારી મહેનતનું પરિણામ મળવાનો દિવસ છે. કાર્યસ્થળે અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે. વેપારીઓ માટે નવી ડીલ ફાયદાકારક બની શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. પરિવારની કોઈ જૂની સમસ્યા વાતચીતથી ઉકેલી શકશો.કરિયર: પ્રગતિના સંકેત.ધન: જૂનું પેમેન્ટ મળી શકે.પરિવાર: વાતાવરણ ખુશનુમા રહેશે.લકી નંબર: 6 | લકી કલર:…

Gujarat : ભાડા વિધેયક પર સરકારનો મોટો યુ-ટર્ન? રાજ્યપાલ સહી નહીં કરે, હાઈકોર્ટમાં ખુલાસો… 2026

વકીલોની હડતાળને લઈને મોટા સમાચાર: Gujarat ભાડા વિધેયક કાયદાનું સ્વરૂપ નહીં લે, રાજ્યપાલ સહી નહીં કરે; હાઈકોર્ટમાં મોટી ખાતરી Gujaratમાં છેલ્લા કેટલાક દિવસથી વકીલો અને સરકાર વચ્ચે ચાલી રહેલા Gujarat ભાડા વિધેયક-2026ના વિવાદમાં હવે મોટો વળાંક આવ્યો છે. રાજ્યભરના વકીલો દ્વારા ભાડા વિધેયકના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવ્યા બાદ હવે હાઈકોર્ટમાં સરકાર તરફથી મહત્વની ખાતરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અહેવાલ મુજબ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે આ બિલને રાજ્યપાલની મંજૂરી નહીં મળે અને તે કાયદાનું સ્વરૂપ નહીં લે.આ નિવેદન સામે આવ્યા બાદ Gujarat ભાડા વિધેયકને લઈને ચાલી રહેલા વકીલોના વિરોધમાં હવે નવો વળાંક આવ્યો છે. જોકે, સમગ્ર પ્રક્રિયા અંગે સરકાર અને વકીલ સંગઠનો વચ્ચેની આગામી ચર્ચા બાદ વધુ સત્તાવાર સ્પષ્ટતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *