હાઇકોર્ટનાં આદેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. આ દરમિયાન રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં રોંગસાઈડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારમાં રોંગસાઇડના પોઈન્ટ પર કામગીરી શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે.

હાઇકોર્ટ દ્વારા પણ આ મામલે કડક કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા કામગીરીનો અહેવાલ મુકવામાં આવ્યા બાદ રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો વિરુદ્ધ FIR દાખલ કરવાની વાત સામે આવી છે. આ બાબતે હવે કાર્યવાહીના ભાગરૂપે ટ્રાફિક પોલીસે 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ કરી છે.

અમદાવાદમાં હવે જો તમે રોંગ સાઈડ વાહન ચલાવતા હોય તો ચેતી જજો. કારણ કે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ હવે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે. અમદાવાદમાં હવે રોંગ સાઈડ વાહન ચલાવ્યુ તો FIR દાખલ થશે. આ તરફ અમદાવાદ ટ્રાફિક પોલીસે 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ કરી છે. ટ્રાફિક પોલીસે 21 માર્ચના દિવસે 22 લોકો સામે FIR , 22 માર્ચના દિવસે 51 લોકો સામે FIR અને ટ્રાફિક પોલીસે 23 માર્ચના દિવસે 35 લોકો સામે FIR કરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

GMDC : તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને ફેરવી તોળતી ભૂપેન્દ્ર પટેલની સરકાર ! GMDC ગ્રાઉન્ડમાં રૂપિયાથી પાસ ખરીદીને ગરબા રમવાની સલવતનો આક્ષેપ ! 1 Constructive

તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને ફેરવી તોળતી ભૂપેન્દ્ર પટેલની સરકાર? GMDC ગ્રાઉન્ડમાં રૂપિયાથી પાસ ખરીદીને ગરબા રમવાની સુવિધાનો કોંગ્રેસનો આક્ષેપ અમદાવાદ GMDC : ગુજરાતની ઓળખ અને સાંસ્કૃતિક વારસાનો મહત્વનો હિસ્સો ગણાતા ગરબાને વિશ્વભરમાં પહોંચાડવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ટુરિઝમ દ્વારા વર્ષોથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતો વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ પણ આ પરંપરાનો મહત્વનો ભાગ રહ્યો છે. જોકે, 2026ની નવરાત્રિ પહેલાં આ કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ અને ટિકિટની વ્યવસ્થા શરૂ થતાં રાજકીય વિવાદ ઊભો થયો છે. અહેવાલો અનુસાર, આ વર્ષે GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ દિવસ બાદ ચૂકવણી કરીને પ્રવેશ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ટુરિઝમની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ ખેલૈયાઓને પાસ બુક કરાવવા અને સવારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *