ભાવનગરમાં હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપીઓએ મહિલાની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો હતો

ભાવનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામે પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ એફ.એસ.એલ.ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા થઇ હોવાનું ખુલતા ભાવનગર પોલીસે હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને આખરે બનાવના 534 દિવસ બાદ પોલીસે હત્યારા દંપતિ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા, કંચનબેન રણજીતભાઇ ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયાની આ મામલે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

–: આરોપી પોલીસ સકંજામાં :-

પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી રણજીતે કબુલ્યું હતું કે, તેની પત્નિ કંચનબેન બિમાર રહેતી હોય જેની સારવાર માટે આર્થીક તંગી ઊભી થતાં તેણે તેના સગા ફઇ અને ભિક્ષાવૃતિ કરતા હલુબેન ધર્મેન્દ્રભાઇ વાઘેલા પાસે પૈસાની માંગણી કરી હતી. જેની હલુબેન એ રૂપિયા આપવાની ના પાડતા દંપતિએ હલુબેનને વિશ્વાસમાં લઇ ચા માં ધતુરાના બી નો પાવડર નાંખી, અર્ધબેભાન કરી, ગળેટુપો આપી હત્યા કરી, લાશને ગટરમાં ફેંકી ફરાર થઇ જવા પામ્યા હતા.

સગા ફઇની હત્યા કરનાર આરોપી રણજીત પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેણે ગત 3-10-2023ના રોજ હલુબેનની હત્યા કરી હતી અને પોલીસને લાશ મળતા પોલીસએ ગત તા. 26-12-2023ના રોજ ગુનો નોંધ્યો હતો. અને જેના બે માસ બાદ વરતેજ પોલીસ મથકના વિસ્તાર હેઠળ જ આરોપી રણજીત અન્ય છ શખ્સો સાથે જુગારમાં ઝડપાયો હતો. અને તે વેળાએ પોલીસે તેની પાસેથી રૂા. 24,000ની રોકડ ઝડપી હતી અને બાદમાં જુન માસમાં ફરી છરી સાથે ભરતનગર પોલીસમાં ઝડપાયો હતો છતાં પોલીસ આ હત્યારાથી અજાણ રહેવા પામી હતી.

કહેવાય છે કે, ને કાનૂન ના હાથ લાંબા હોય છે એની જેમ આ હત્યારા ઉપર 6 થી વધુ ગુન્હા નોંધાયા બાદ ફરી એક વખત વરતેજ માં તેની સામે ગુન્હો નોંધાયો અને તેણે દોઢ વર્ષ પહેલાં તેના ફઇની હત્યા કરી હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

    Follow us On Social Media🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
    📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
    🌐 Website : https://bindia.co/
    TWITTER : https://x.com/buletin_india
    FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

    Related Posts

    Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

    મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *