ઉનાળાની શરૂઆતમાં પાણીનો પોકાર, ભુજ શહેરમાં ત્રણ ચાર દિવસે પાણી મળતો હોવાનો આક્ષેપ

ગુજરાત સરકાર ટેન્કર મુક્ત ગુજરાતની વાતો કરે છે પરંતુ કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં આજે પણ ટેન્કર રાજ જોવા મળે છે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે ઉનાળાની શરૂઆત સાથેજ ભુજમાં પાણીની સમસ્યા સર્જાય છે શહેરના અનેક વિસ્તારમાં લોકોને ત્રણ-ચાર દિવસે પાણી મળી રહયું છે,શહેરમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવામાં આવી રહ્યા છે.

શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે પાણીની સમસ્યાને પહોંચીવળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડવામાં આવી રહ્યા છે.પાલિકા હસ્તકના પાંચ ટેન્કર મારફતે દરરોજ 60 જેટલા પાણીના ટેન્કરના ફેરા કરવામાં આવી રહ્યા છે.

ઉનાળાના પ્રારંભ સાથેજ ભુજમાં પાણીની સમસ્યા વિકટ બની છે, હાલમાં પાલિકા દ્વારા પાંચ પાણીના ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે,જે વિસ્તારમાં પાણી સમસ્યા હોય તેવા વિસ્તારમાં 200 રૂપિયા વસૂલી પાલિકા ટેન્કર મારફતે પાણી પહોંચાડી રહી છે

ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા આધારિત છે.જેના કારણે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે. હાલ ઉનાળાના પ્રારંભે જ શહેરમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

Related Posts

૧૪૯મી રથયાત્રા: અમદાવાદ પોલીસનું ‘ઝીરો ટોલરન્સ’ અભિયાન, સુરક્ષા વ્યવસ્થા સજ્જ.

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: સુરક્ષાનું અભેદ્ય ‘ત્રિ-સ્તરીય’ કવચ, હજારો પોલીસ જવાનો અને આધુનિક ટેકનોલોજી સાથે અમદાવાદ પોલીસ સજ્જ! અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લાખો ભક્તોની…

ગાંધીનગર ઈન્ફોસિટી: ૨૦૩૦ બાદ લીઝ કરાર રદ, જાણો શું છે સરકારનો નિર્ણય.

ગાંધીનગર ઈન્ફોસિટી: ૨૦૩૦ પછી લીઝ રિન્યુ નહીં કરવાનો સરકારનો માસ્ટરપ્લાન – આઈટી હબના ભવિષ્ય પર પ્રશ્નાર્થ? ગાંધીનગર: રાજ્યના આઈટી અને કોર્પોરેટ જગતનું કેન્દ્ર ગણાતી ગાંધીનગરની ઈન્ફોસિટી અંગે ગુજરાત સરકારે અત્યાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *